GSTV
Gujarat Government Advertisement

સુરત શહેરમાં જીવલેણ વાયરસનું સંક્રમણ વધતા તંત્રે લીધો મહત્વનો નિર્ણય, શહેરના આ મોલ શનિ-રવી રહેશે બંધ

Last Updated on March 7, 2021 by

ગુજરાત રાજ્ય ના સુરત શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ નવા કેસો સામે આવતા ફરી કોરોના વકર્યો છે. ત્યારે આ મામલે તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ શનિ-રવિના દિવસે બંધ રાખવા પાલિકા દ્વારા સૂચના અપાઇ છે. ઉલ્લેખનીય છે કે પ્રતિદિવસ 100 થી વધુ કેસ નોંધાતા પાલિકા દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે લેખિતમાં સૂચના અપાઇ છે.

પ્રતિદિવસ 100 થી વધુ કેસ નોંધાતા પાલિકા દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે લેખિતમાં સૂચના અપાઇ

સુરતમાં અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે અઠવા વિસ્તારમાં દુબઇથી ફરીને આવનારા 3, મુંબઇથી આવનારા 3, રાજસ્થાનથી બે, ગોવા, વડોદરા અને સારંગપુર થી એક એક મળીને કુલ 11 વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે રાંદેર ઝોનમાં અમદવાદથી આવનાર ૨ વ્યકિત તેમજ મુંબઇ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભરૃચ, ડાકોર, વડોદરાથી આવનાર એક એક વ્યકિત મળીને આઠ વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા છે.

બહારગામથી શહેરમાં પરત ફરનારા લોકો કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ન કરી કોરોનાને હળવાશથી લેતા હોવાનું ધ્યાને આવ્યુ છે. તેથી તકેદારી રાખવા ફરી તાકીદ કરાઇ છે.

મહિલા, ગૃહિણી અને વિદ્યાર્થીનીઓમાં સંક્રમણ વધતા પરિવારોને સાવચેત રહેવા તાકીદ

એકબાજુ પ્રવાસી નાગરિકો એટલેકે બહાર ગામથી ફરીને આવનારા લોકોમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યુ છે. તો બીજી બાજુ  શહેરમાં કોલેજો, કોંચીંગ કલાસીસમાં શૈક્ષણિક કાર્ય શરૃ થયું છે. જેમાં મહિલાઓ, ગૃહિણીઓમાં અને વિદ્યાર્થીનીઓમાં પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે. જે પરિવારના બાળકો શાળા કોલેજ કે કોંચીગ કલાસીસ જતા હોય છે. તેથી આવા પરિવારોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

સિટીમાં આજે રસીકરણની કામગીરી બંધ રહેશે

સુરત શહેરમાં અલગ અલગ સેન્ટરો તેમજ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલા કોરોના વેકિસનની કામગીરી આવતીકાલ રવિવારને ૭ માર્ચે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ આવતીકાલ રવિવારે તમામ રસીકરણ કેન્દ્વો બંધ રહેશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33