GSTV
Gujarat Government Advertisement

અમેરિકાના સરકારી વિભાગો પર ચીની હેકર્સનો ડોળો : 30 હજાર કરતાં વધુ યુનિટ્સ પર કર્યો સાઈબર હુમલો

Last Updated on March 7, 2021 by

અમેરિકન સાઈબર સુરક્ષા વેબસાઈટ ક્રેબ્સ ઓન સિક્યુરિટીના અહેવાલમાં ધડાકો થયો હતો કે અમેરિકાના ૩૦ હજાર કરતાં વધુ સંગઠનો પર સાઈબર હુમલો થયો છે. આ હુમલાં ચીની હેકર્સે કર્યા છે. માઈક્રોસોફ્ટના ગેટવેનો ઉપયોગ કરીને ચીનના હેકર્સે અસંખ્ય કમ્પ્યુટર્સમાં માલવેર ઘુસાડી દીધો છે.

સાઈબર

ચીની હેકર્સ દુનિયાભરમાં સાઈબર હુમલા કરી રહ્યાં છે. ખાસ તો અમેરિકન એજન્સીઓ અને સરકારી વિભાગો પર ચીની હેકર્સનો ડોળો મંડાયો છે. ફરી વખત અમેરિકાના ૩૦ હજાર સંગઠનો પર ચીની હેકર્સે હુમલો કર્યો છે. ચીની હેકર્સે અમેરિકાના સરકારી વિભાગો સહિત ૩૦ હજાર કરતાં વધુ સંગઠનો પર સાઈબર હુમલો કર્યો હોવાનો દાવો સાઈબર સુરક્ષા વેબસાઈટ ક્રેબ્સ ઓન સિક્યુરિટીના અહેવાલમાં થયો હતો.

અમેરિકાના વેપાર વિભાગને ખાસ નિશાન બનાવાયો હતો, પરંતુ કેટલું નુકસાન થયું તે બાબતે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. અહેવાલનું માનીએ તો માઈક્રોસોફ્ટના એક્સચેન્જ સર્વસના ગેટવેનો લાભ લઈને ચીની હેકર્સે અમેરિકાના અસંખ્ય કમ્પ્યુટર્સમાં માલવેર ઘૂસાડી દીધો છે. એ માલવેરની મદદથી ચીની હેકર્સ ડેટા તફડાવી રહ્યા હોવાની શક્યતા છે.

જોકે, માઈક્રોસોફ્ટે એક્સચેન્જ સર્વરની ખામી દૂર કરવા તાત્કાલિક અપડેટ આપ્યું હતું. બધા જ વિભાગોને નવો સોફ્ટવેર અપડેટ કરવાની સૂચના માઈક્રોસોફ્ટે આપી હતી. અગાઉ માઈક્રોસોફ્ટે બધા જ સંગઠનો અને સરકારી વિભાગોને ચેતવણી આપી હતી કે ચીની હેકર્સ હેકનિયમ નામથી માઈક્રોસોફ્ટના એક્સચેન્જ સર્વરને ટાર્ગેટ કરી રહ્યા છે.

મેડિકલ સંસ્થાઓના રીસર્ચપેપર ચોરવાથી લઈને કાયદાની વિગતો, શિક્ષણ સંસ્થાઓનો ડેટા, સૈન્યને લગતી માહિતી અને થિંકટેંકના અહેવાલો તફડાવી લેવા માટે ચીની હેકર્સ સતત અમેરિકાની સંસ્થાઓ અને અમેરિકન સરકારના વિભાગો પર સાઈબર હુમલા કરી રહ્યાં છે. આ હુમલામાં કેટલો ડેટા ચોરી થયો તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. માઈક્રોસોફ્ટના કહેવા પ્રમાણે એક વર્ષમાં ચીની હેકર્સે મોટાપાયે સાઈબર હુમલો કર્યો હોય એવી આ ૧૨મી ઘટના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33