Last Updated on March 7, 2021 by
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે અને છેલ્લા ૧૦ મહિના કોરોના મહામારી બાદ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનની વૈજ્ઞાાનિકો અને કંપનીઓ દ્વારા શોધ કરવામાં આવી છે અને તેનો તબક્કાવાર ડોઝ આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કોરોના વેક્સીનનો ડોઝ લીધો
આજે મારા મતવિસ્તાર ધોળકાના ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસીથી કોઈ આડઅસર નથી થતી અને આ રસી સલામત છે.જયારે દરેક નાગરિક રસી લેશે,ત્યારે જ આપણે સૌ કોરોના મહામારી સામેની લડતમાં સફળ થઈશું.સમાજને કોરોનાથી સુરક્ષિત કરવા મારી સૌને રસી લેવા માટે નમ્ર વિનંતી છે. pic.twitter.com/TolxxiJqUu
— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) March 6, 2021
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ સાથે રાજ્યમાં ધંધો અને રોજગાર પર અસર પડી છે અને અગાઉ અનેક લોકોના કોરોનાથી મોત પણ નીપજી ચુક્યા છે ત્યારે ભારે જહેમત બાદ વૈજ્ઞાાનિકો અને કંપનીઓ દ્વારા કોરોના વેક્સીનની શોધકરી તેને અમલમાં મુકી રસીકરણ હાથધરવામાં આવી રહ્યું છે જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ અલગ-અલગ તબક્કામાં રસીકરણ અભિયાન હાથધરાયું છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું
ત્યારે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને અનુસંધાને ધોળકાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્ર ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કોરોનાની રસી મુકાવી લોકજાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું અને તેમની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોનાની રસી મુકાવી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31