Last Updated on March 7, 2021 by
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ ખાતું છે તો આજે જ જાણી લેવો કે નુકસાન થઇ શકે છે. જણાવી દઈએ કે 1 એપ્રિલ 2021માં પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમો લાગુ થઇ રહ્યા છે. મની કંટ્રોલની ખબર મુજબ, India Post Payment Banksએ હવે ઉપાડ, જમા કરવા અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. એટલે તમને પૈસા જમા કરવા અને ઉપાડ માટે પણ ચાર્જ આપવો પડશે. આઓ જાણીએ કયા એકાઉન્ટ્સ પર આ નિયમ લાગુ થશે.
બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ પે કેટલો લાગશે ચાર્જ
જો તમારું બેઝિક એકાઉન્ટ છે તો તમારે 4 વખત પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહિ આપવો પડે, પરંતુ એનાથી વધુ ટ્રાન્જેક્શન માટે તમારે 25 રૂપિયા અથવા 0.5% ચાર્જ આપવો પડશે. ત્યાં જ , પૈસા જમા કરવા માટે કોઈ પણ શુલ્ક નહિ લાગે.
સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ પર કેટલો ચાર્જ લાગશે
તમારું સેવિંગ અને કરંટ એકાઉન્ટ છે તો દર મહિને 25000 સુધી ઉપાડ કરી શકો છો. એનાથી વધુ ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. ત્યાં જ 10,000 રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરે છે, તો કોઈ ચાર્જ નહિ લાગે. પરંતુ એનાથી વધુ જમા કરવા પર દર જમા પર ઓછામાં ઓછો 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
ઇન્ડિયા પોસ્ટ AePS એકાઉન્ટ પર લાગશે ચાર્જ
આઇપીપીબી નેટવર્ક પર અસીમિત ફ્રી લેવડ-દેવળ થાય છે, પરંતુ ઓન-આઈપીપીબીમાં માત્ર ત્રણ વખત ફ્રી લેવડ-દેવળ કરી શકો છો. આ નિયમ મિની સ્ટંટમેન્ટ, કેશ ઉપાડવા અને કેસ જમા કરવા માટે છે. AePSમાં ફ્રી લિમિટ દૂર થયા પછી દર વખતે ટ્રાન્જેક્શન પર ચાર્જ આપવો પડશે. સીમા પૂર્ણ થયા પછી કોઈ પણ જમા રાશિ પર 20 રૂપિયાનો ચાર્જ લાગશે.
મિની સ્ટેટમેન્ટ કઢાવવા પર પણ લાગશે ચાર્જ
એ ઉપરાંત ગ્રાહક જો મિની સ્ટેટમેન્ટ કઢાવવા ઈચ્છે છે તો એના માટે પણ 5 રૂપિયા આપવા પડશે. જો તમે લિમિટ પુરી થયા પછી પૈસાની લેવડ-દેવળ કરો છો તો રાશિનો 1% શુલ્ક તમારા ખાતામાંથી કપાઈ જશે, જો કે મિનિમમ 1 રૂપિયા અને મહત્તમ 25 રૂપિયા છે. જણાવી દઈએ કે આ ચાર્જ પર જીએસટી અને સેસ પણ લગાવવામાં આવશે.
એ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટની ઘોષણા કરી છે તો પોસ્ટ ઓફિસ જીડીએસ(ગ્રામીણ પોસ્ટ સેવા) શાખાઓમાં ઉપાડની સીમા વધારો અને હવે આ સીમા 5000 રૂપિયાથી વધારી 20000 પ્રતિ ગ્રાહક કરી દીધી છે. આ પગલાંનો ઉદ્દેશ્ય સમય પોસ્ટ ઓફિસની જમા રાશિ વધારવો છે. પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જોઈએ અને 500થી ઓછા હોવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે. ત્યાં જ, એકાઉન્ટ પૈસા ન હોવા પર ટર્મિનેટ કરી દેવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31