GSTV
Gujarat Government Advertisement

બંગાળ ચૂંટણી/ નંદીગ્રામમાં ભીષણ સંગ્રામ, 62 હજાર મુસ્લિમ મત: શું કેસરીયો ધારણ કર્યા બાદ બાજી પર ખરા ઉતરશે શુભેંદુ !

Last Updated on March 8, 2021 by

પશ્ચિમ બંગાળની 2016નિ વિઘાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર BJPના સાડા 5 ટકાથી પણ ઓછા વોટ મળ્યા હતા. આ બેઠક પર કુલ મતોની સંખ્યા 2 લાખ 1 હજાર હતી. તેમાંથી BJP ઉમેદવાર વિઝન કુમાર દાસને માત્ર હજાર વોટ મળ્યા હતા. પરંતુ 2016માં મમતા બેનર્જીના નિષ્ઠાવાન અને તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર શુભેંદુ અધિકારીએ તે ચૂંટણીમાં આ સીટ પર મહાજીત પ્રાપ્ત કરી હતી. તેણે પોતાના નદીકના પ્રતિદ્વંદી CPIના અબ્દુલ કબીર શેખને 81 હજાર 230 વોટોથી હરાવ્યો હતો.

શુભેંદુ અધિકારીએ 1 લાખ 34 હજાર 623 વોટો સાથે 67.2 ટકા મત પ્રાપ્ત કર્યા હતા. જ્યારે અબ્દુલ કબીર શેખને માત્ર 53 હજાર 393 વોટ મળ્યા હતા. BJP અંહિ લાંબા માર્જીન સાથે ત્રીજા નંબર પર રહી.

નંદીગ્રામમાં ચાલે છે શુભેંદુનો સિક્કો

બીજુ તથ્ય એ છે કે, નંદીગ્રામમાં અધિકારી ફેમિલી જબરદસ્ત લોકપ્રિય છે. તેનો પુરાવો આંકડાઓ આપે છે. 2016માં શુભેંદુને 80 હજાર વોટો સાથે ચૂંટણી જીતી હતી. તે પહેલા 2009માં તે વિસ્તારમાં અધિકારી પરિવારનો રાજનીતિક કિલ્લો રહ્યો છે. શુભેંદુ અધિકારી 2099 અને 14માં તામુલકથી સાંસદ બન્યા, આ તામુલક લોકસભા સીટ હેઠળ નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. 2016માં વિધાનસભા ચૂંટણી લડવા માટે શુભેંદુએ આ સીટ પરથી રાજીનામું આપ્યું. પરંતુ દિલ્લી જતા પહેલા તે આ સીટના લોકતાંત્રિક ઉત્તરાધિકારી પોતાના ભાઈ દિવ્યેંદુ અઘિકારીને બનાવાયા. હાલ દિવ્યેદું આ સીટ પરથી સાંસદ છે. પરંતુ મમતા સાથે તેને પણ ન ફાવ્યું. હાલમાં PM મોદીએ દિવ્યેદું અધિકારીના વખાણ કરીને ઘણા સંદેશ આપ્યા છે.

નંદીગ્રામના રાજકીય વારસા પર શુભેંદુનો દાવો

શુભેંદુ અધિકારી નંદીગ્રામના રાજકીય વારસા પર દાવો કરે છે. તે સાર્વજનિક રૂપથી જાહેરાત કરી ચૂક્યા છે કે તે મમતા બેનર્જીને નંદીગ્રામમાં 50 હજારથી વધારે વોટથી હરાવશે, જો આવુ ન થયુ તો તે રાજનીતિમાંથી સંન્સાસ લેશે. પૂર્વી મિદનાપુરની રાજનીતિમાં શુભેંદુ અધિકારી, તેના પિતા શિશિર અધિકારી ભાઈ દિવ્યેંદુ અધિકારીનુ ચાલે છે. શિશિર અધિકારી આ સમયે કંથાઈથી TMC સાંસદ છે. પરંતુ તેણે કહ્યુ કે, શુંભેંદુ મોટા અંતરથી જીતશે.

નંદીગ્રામમાં મમતા બેનર્જીની ફાઈટર છબી ઉભરી રહી છે.

કોલકત્તાથી 150 કિલોમીટર દૂર નંદીગ્રામ એ નામ છે જયાં મમતા બેનર્જીની ફાઈટર છબી ઉભરી આવી છે. નંદીગ્રામ મમતા બ્રાંડ રાજનીતિનું કર્મ સ્થળ છે. આ સંઘર્ષના દમ પર તેણે 2011માં 34 વર્ષથી તેની જડો જમાવીને બેઠેલા CPMના બરગદના વૃક્ષને ઉખાડીને ફેંકી દીધુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33