GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોના વકર્યો/ છેલ્લા 24 કલાકમાં 571 કેસો આવ્યા સામે, માત્ર 10 દિવસમાં એક્ટિવ કેસમાં 65% નો વધારો

કોરોના

Last Updated on March 7, 2021 by

ગુજરાતમાં કોરોનાની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૧ નવા કેસ નોંધાયા છે, જે ૧૩ જાન્યુઆરી બાદ નોંધાયેલા સર્વોચ્ચ દૈનિક કેસ છે. આ સાથે જ હવે એક્ટિવ કેસનો આંક ૩૨ દિવસે ૩ હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ ૩,૦૨૫ એક્ટિવ કેસ છે જ્યારે ૨૫ દર્દી વેન્ટિલેટર પર છે.  રાજ્યમાં ૨૪ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક ૧,૮૬૯ હતો. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૬૫%નો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૪૧૪ થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૨,૭૨,૮૧૧ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૪૧૪ થયો

સતત બીજા દિવસે અમદાવાદ, સુરત, વડોદરા એમ ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં ૧૨૦-ગ્રામ્યમાં ૧૪ સાથે ૧૩૪, અમદાવાદ શહેરમાં ૧૨૩-ગ્રામ્યમાં ૧ સાથે ૧૨૪ જ્યારે વડોદરા શહેરમાં ૧૦૪-ગ્રામ્યમાં ૧૩ સાથે ૧૧૭ કેસ નોંધાયા છે. આમ, કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૩,૪૫૩-સુરતમાં ૫૪,૪૧૪ અને વડોદરામાં ૩૦,૪૯૦ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૮ સાથે રાજકોટ, ૧૨ સાથે જામનગર-ગાંધીનગર-કચ્છ, ૧૧ સાથે આણંદ, ૧૦ સાથે ભાવનગર, ૯ સાથે મહેસાણા-જુનાગઢ, ૮ સાથે સાબરકાંઠા, ૭ સાથે મહેસાણા-ગીર સોમનાથ, ૬ સાથે ખેડા, ૫ સાથે નર્મદા-પંચમહાલ, ૪ સાથે દાહોદ-અરવલ્લી, ૩ સાથે ભરૃચ-બનાસકાંઠા, ૨ સાથે દેવભૂમિ દ્વારકા, ૧ સાથે ડાંગ-બોટાદ-તાપી-નવસારી-અમરેલી-પાટણનો સમાવેશ  થાય છે.

કોરોના

પોરબંદર-સુરેન્દ્રનગર અને વલસાડ એમ ૩ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી

પોરબંદર-સુરેન્દ્રનગર અને વલસાડ એમ ૩ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં અત્યારસુધી ૨૩૧૭ના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૦૯, સુરતમાંથી ૮૫, વડોદરામાંથી ૫૪, રાજકોટમાંથી ૪૮ એમ રાજ્યભરમાંથી વધુ ૪૦૩ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૫,૩૭૨ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૨૭% છે. રાજ્યમાં હાલ ૨૨ હજારથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33