Last Updated on March 7, 2021 by
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના નવા સોથી વધુ કેસ નોંધાયા છે.શુક્રવારે કોરોનાના 113 કેસ નોંધાયા બાદ શનિવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.જયારે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. શહેરમાં બે કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં હવે કુલ 46 સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. શહેરના વિવિધ કોરોના વિરોધી રસી આપવાના કેન્દ્રો પરથી શનિવારે 10665 સિનિયર સિટીઝનો સહિત કુલ 15617 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.
46 સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ
આ અંગે મળતી માહીતી મુજબ, શહેરમાં ગત માર્ચથી અત્યારસુધીમાં કોરોનાના કુલ 59391 કેસ નોંધાયા છે.શનિવારે 105 કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અત્યારસુધીમાં કુલ 56745 દર્દીઓ કોરોનામુકત થયા છે.શનિવારે એક દર્દીના મોત સાથે ગત માર્ચથી અત્યારસુધીમાં કુલ 2261 કોરોના સંક્રમિત દર્દીઓના અમદાવાદમાં મરણ થયા છે.
અત્યારસુધીમાં કુલ 2261 કોરોના સંક્રમિત દર્દીઓના અમદાવાદમાં મરણ
શહેરમાં હાલકુલ 368 કોરોનાના એકટિવ કેસ નોંધાયેલા છે.દરમ્યાન શનિવારે શહેરમાં કોરોનાના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંબલી- બોપલ રોડ ઉપર આવેલા સનસ્કાય પાર્ક અને તેમજ ગોતા વોર્ડમાં આવેલા ક્રીષ્ના હાઈટસના સંક્રમિત મકાનમાં રહેતા લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.
દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ જાહેર કરવામાં આવતા સંક્રમિત સ્થળના સરનામા પણ પુરા સમજી શકાય એમ જાહેર કરવામાં આવતા ના હોવાથી એક ને બદલે બીજા વિસ્તારને કોરોના સંક્રમિત જાહેર કરાયો હોવાની લોકોમાં સમજ ઉભી થતી હોવાથી રહિશો મુશ્કેલીમાં મુકાતા હોવાની ફરીયાદો સામે આવી છે. સંક્રમિત સ્થળનું પુરૂ અને સમજી શકાય અ રીતે સરનામા જાહેર કરવા માગ ઉભી થઈ છે.
સંક્રમિત સ્થળનું પુરૂ અને સમજી શકાય અ રીતે સરનામા જાહેર કરવા માગ ઉભી થઈ
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો,61 જેટલી ખાનગી હોસ્પિટલોમાં શનિવારે 10665 સિનિયર સિટીઝનો સહિત કુલ 15617 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.આ પૈકી 8443 પુરૂષ અને 7174 મહિલાઓનો સમાવેશ થાય છે.આ પૈકી કોઈને પણ આડઅસર ના થઈ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31