GSTV
Gujarat Government Advertisement

છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા

Last Updated on March 7, 2021 by

મદાવાદ શહેરના થલતેજના શાંતિવન પેલેસ બંગલોઝમાં વૃધૃધ દંપતિની હત્યા અને લૂંટની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ જશે તેવી આશા જાગી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અશોકભાઈ પટેલ અને તેમના પત્ની જ્યોત્સનાબહેનની હત્યા રેકી કરીને કરવામાં આવી હતી.  એક શખ્સે અશોકભાઈના ઘર અંગેની જાણકારી આપી હતી અને તેના ચાર સાગરિતોએ હત્યા, લૂંટ કેસને અંજામ આપ્યો હતો. અશોકભાઈના ઘરમાં ફર્નિચર કામ ચાલતું હતું તે નોંધપાત્ર બાબત છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમો આખી રાત જાગ્યા પછી દોડધામ કરી રહી છે

હત્યા-લૂંટ કેસમાં પાંચ આરોપી ઓળખાયા છે અને તમામને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો આખી રાત જાગ્યા પછી દોડધામ કરી રહી છે. પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા પછી બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં છે. શાંતિવન પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ પટેલના ઘરમાં સવારે 7-59 વાગ્યે ચાર શખ્સો સાવ અચાનક જ ઘૂસી ગયાં હતાં. મેઈન ડોર બંધ હતું. પરંતુ, સાઈડમાં રસોડાનો દરવાજો ખૂલ્લો હોય છે તે વાત જાણતા હોય તેમ ચારેય શખ્સો ઘરમાં ઘુસ્યા હતા. ઘરમાં કામ કરી રહેલાં જ્યોત્સનાબહેનની હાથની વિંટી લૂંટી હતા.

ક્રાઈમ બ્રાન્ચની ટીમો આખી રાત જાગ્યા પછી દોડધામ કરી રહી છે

પ્રતિકાર કરવામાં આવતાં તેમના ગળાંને શાક કે ડૂંગળી સમારવામાં ઉપયોગી થાય તેવા અતિ તિક્ષ્ણ બ્લેડ પ્રકારના ચપ્પાંથી કપાયું હતું. ઘરમાં અવાજ સાંભળીને અશોકભાઈ દોડી આવ્યાં હતાં. અશોકભાઈએ પ્રતિકાર કરતાં તેમના ગળામાં તિક્ષ્ણ ચપ્પાના પાંચ લિસોટા મારવામાં આવ્યાં હતાં. બન્ને દંપતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી માત્ર 20 જ મિનિટમાં ચાર આરોપી બે બાઈક ઉપર નાસી ગયાં હતાં.

ચાર આરોપી હત્યા કરી હેબતપુર ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બે બાઈક ઉપર બેસીને નાસી ગયાં હતાં. સીસીટીવીના આધારે પોલીસે ચારેય આરોપીનો ટ્રેક તપાસ્યો હતો. ચારેય આરોપી સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવતાં ચાણક્યપુરી સુધી પહોંચ્યાના સગડ મળ્યાં હતાં. માસ્ક પહેરીને આવેલા હત્યારા હિન્દી ભાષા બોલતા હતા તે જાણકારી સાથે તપાસ કરતી પોલીસે બાઈકના આછા-પાતળા નંબર અને સીસીટીવીના ફોટોગ્રાફ્સના આધારે આરોપીઓની ઓળખ મેળવી લીધી છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ટીપ આપનાર એક શખ્સ અને હત્યા-લૂંટને અંજામ આપનાર પાંચ આરોપી ઓળખાયાં છે. અમુક આરોપીઓ પોલીસના હાથવેંતમાં છે. ભાડૂઆત તરીકે રહેતા બે યુવક રાજસૃથાન નાસી ગયાં છે. ગણતરીના કલાકોમાં જ હત્યા-લૂંટ કેસના તમામ આરોપીને ઝડપી રહસ્યો ખોલવા ક્રાઈમ બ્રાન્ચ દોડધામ કરી રહી છે.

દૂબઈથી પુત્ર હેતાર્થ આવ્યા પછી માતા-પિતાની અંતિમવિધિ કરાઇ

વૃધૃધ દંપતિ અશોકભાઈ અને જ્યોત્સનાબહેન અમદાવાદમાં એકલા રહેતા હતા અને તેમના પુત્ર હેતાર્થભાઈ દુબઈ ખાતે સૃથાયી થયા હતા. માતા-પિતાની ક્રૂરતાપૂર્ણ હત્યાની ઘટનાની જાણ થયા પછી હેતાર્થભાઈ શુક્રવારે મોડીસાંજે અમદાવાદ પહોંચ્યા હતા. હેતાર્થભાઈ દૂબઈથી આવ્યા પછી માતા-પિતાની અંતિમવિધી કરવામાં આવી હતી.

છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા : સલામતીની માત્ર ગુલબાંગો

અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝનોની સુરક્ષા માટે કાર્યરત હોવાની વાતો કરે છે. કમનસીબી એ છે કે, વિતેલા વર્ષોમાં  છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા થઈ છે. નવરંગપુરાના બંગલામાં  વર્ષ 2016માં નિર્મળાબહેન અને વર્ષ 2017માં રસીકલાલ મહેતા, વર્ષ 2013માં રિવરફ્રન્ટ પાસેના ફ્લેટમાં સતનામ કૌર, વેજલપુરમાં મેનાબહેન ઠાકોર, 2016માં સરખેજમાં ચંદ્રિકાબહેન ઠાકોર અને 2018માં અમરાઈવાડીમાં શાંતાબહેન વેગડાની હત્યા તેમના ઘરમાં જ થઈ હતી.

આવી ગંભીર ઘટના બને પછી પોલીસ થોડો સમય માટે સિનિયર સિટીઝનોની સલામતીની ચિંતા કરે છે. સુરક્ષા સેતુ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પણ, એકલા રહેતાં સિનિયર સિટીઝનોની નોંધણીના મુદ્દે પોલીસ સ્ટેશનો ઉદાસીન વલણ અખત્યાર કરે છે. અમદાવાદમાં સિનિયર સિટીઝનોની સલામતીની માત્ર ગુલબાંગો ફેંકાય છે તે બાબત ચિંતા ઉપજાવે તેવી છે.

જ્યોત્સનાબહેનની બંગડી અને 48000 રૂપિયા મળ્યાં : ખરેખર લૂંટ કેટલી મતાની ? 

હેબતપુરમાં વૃધૃધ દંપતિની હત્યા કરી લૂંટના કેસમાં ખરેખર કેટલી મતા ગઈ તે બાબતે પોલીસ ખુદ ગૂંચવાડે ચડી છે. પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, જ્યોત્સનાબહેને પહેરેલી પાંચ તોલા સોનાની બંગડી અને 48000 રૂપિયા મળી આવ્યાં છે. એક સંબંધીનું મૃત્યુ થતાં જ્યોત્સનાબહેને બંગડી કાઢીને મુકી હતી કે મળી આવી છે. જો કે, અન્ય કોઈ એવી વસ્તુ કે રોકડ કે જેના વિશે આ દંપતિ જ જાણતું હોય તે લૂંટાઈ હોય તો આરોપી પકડાયા પછી જ વાસ્તવિક તથ્યો સ્પષ્ટ થશે તેમ પોલીસ કહે છે.

ટીપ આપનાર જાણભેદુ મુખ્ય સુત્રધાર : હિન્દી બોલતા માસ્કધારી 4 યુવકે હત્યા-લૂંટ કર્યા

સવારના પ્હોરમાં ઘરમાં ઘુસીને વૃધૃધ દંપતિની લૂંટના ઈરાદે હત્યાની ઘટનામાં પોલીસની બેઝીક િથયરી જાણભેદૂની છે. હેબતપુર હત્યા કેસમાં પોલીસ તપાસની શરૂઆત જ આ મુદ્દા સાથે થઈ હતી અને એ તરફ આગળ વધી રહી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, વૃદ્ધ દંપતિ, તેમની અવરજવર, ઘરની આંતરિક ભૂગોળ સહિતની બાબતો જાણતાં એક આરોપીએ ટીપ આપી હતી.

આ ટીપના આધારે અન્ય ચાર હિન્દી બોલતા યુવકોએ લૂંટ-હત્યાની ગંભીર ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા-લૂંટના ચાર આરોપી માસ્ક પહેરીને આવ્યાં હતાં અને હિન્દી બોલતા હતા તેવી પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. હાલની વિગતો  મુજબ તો હત્યા અને લૂંટની ઘટનાને રેકી કરીને અંજામ આપવામાં આવ્યો હતો. કુલ પાંચ આરોપી આ ઘટનામાં સંડોવાયેલા હોવાની વિગતો વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33