Last Updated on March 7, 2021 by
જૂનાગઢના ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે. આ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ વખતે મેળામાં સેવકો તથા અન્નક્ષેત્રોના સ્વયંસેવકોને મર્યાદીત સંખ્યામાં પ્રવેશ અપાશે. જ્યારે કે લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે
સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ હતી. સવારે અખાડાના સાધુ – સંતો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરા મુજબ ભવનાથ મહાદેવને ધ્વજારોહાણ કરવામાં આવશે. ત્યારબાદ સાધુ – સંતો માટેના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે.
સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ
ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ શ્રી પંચદશનામ જૂના અખાડા, શ્રી આવાહન અખાડા અને શ્રી અગ્નિ અખાડા ખાતે ધ્વજારોહણ થશે. જ્યારે ૧૧મી તારીખે મહાશિવરાત્રિના રાત્રે સાધુ – સંતોની રવેડી યોજાશે. ત્યારબાદ મૃગીકુંડમાં શાહીસ્નાન અને ભવનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ મહાશિવરાત્રિ મેળો સંપન્ન થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31