Last Updated on March 7, 2021 by
અમદાવાદના હેબતપુરાના શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસનો ઉકેલ હવે હાથ વેંતમાં છે. આ હત્યા કેસમાં પાંચ જણાની સંડોવણી સામે આવી છે. જેમાં ચાર જણા બાઇક પર ભાગ્યાના સીસીટીવી હાથે લાગ્યા છે. કેસના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં બાઇક પર બે શખ્સ આવતા નજરે પડી રહ્યા છે. કુલ ચાર જેટલા આરોપીઓ ફૂટેજમાં કે થયેલા જોવા મળે છે. બે આરોપીઓ બાઇક પર ફરાર થતા જ્યારે કે અન્ય બે આરોપીઓ ભાગતા સીસીટીવીમા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર કેસમાં એક શખ્સે અશોકભાઈના ઘર અંગેની જાણકારી આપી હતી.
બે આરોપીઓ બાઇક પર ફરાર થતા જ્યારે કે અન્ય બે આરોપીઓ ભાગતા સીસીટીવીમા નજરે
બાદમાં તેના ચાર સાગરિતોએ હત્યા, લૂંટ કેસને અંજામ આપ્યો હતો. અશોકભાઈના ઘરમાં ફર્નિચર કામ ચાલતું હતું તે નોંધપાત્ર બાબત છે. હત્યા-લૂંટ કેસમાં પાંચ આરોપી ઓળખાયા છે. 200થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આ પછી પછી બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં આરોપી પોલીસ પકડથી વેંત છેટા હોવાનુ મનાઇ રહ્યુ છે.
બે આરોપીઓ બાઇક પર ફરાર થતા જ્યારે કે અન્ય બે આરોપીઓ ભાગતા સીસીટીવીમા નજરે
મહત્વનુ છે કે વૃદ્ભ દંપતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી માત્ર 20 જ મિનિટમાં ચાર આરોપી બે બાઈક ઉપર નાસી ગયાં હતાં.ચાર આરોપી હત્યા કરી હેબતપુર ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બે બાઈક ઉપર બેસીને નાસી ગયાં હતાં. સીસીટીવીના આધારે પોલીસે ચારેય આરોપીનો ટ્રેક તપાસ્યો હતો. ચારેય આરોપી સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવતાં ચાણક્યપુરી સુધી પહોંચ્યાના સગડ મળ્યાં હતાં. માસ્ક પહેરીને આવેલા હત્યારા હિન્દી ભાષા બોલતા હતા તે જાણકારી સાથે તપાસ કરતી પોલીસે બાઈકના આછા-પાતળા નંબર અને સીસીટીવીના ફોટોગ્રાફ્સના આધારે આરોપીઓની ઓળખ મેળવી લીધી છે. ભાડૂઆત તરીકે રહેતા બે યુવક રાજસ્થાન નાસી ગયાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31