GSTV
Gujarat Government Advertisement

ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું

Last Updated on March 7, 2021 by

ભારતે ઇંગ્લેન્ડને અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે એક ઇનિંગ અને 25 રનથી ભારે શરમજનક પરાજય આપીને 3-1થી શ્રેણી જીતી લીધી છે. ઇંગ્લેન્ડના 205 રન સામે ભારતે 365 રન કર્યા હતા અને આજે જ ઇંગ્લેન્ડને 135 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અશ્વિન અને અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે આગામી જૂનમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કરી લીધો છે. ભારતનો ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે લોર્ડઝમાં મુકાબલો થશે. 

ભારતનો ઘરઆંગણે આ સતત 13મો ટેસ્ટ શ્રેણી વિજય છે જેમાં આખરી 10 શ્રેણીમાં કોહલી કેપ્ટન રહ્યો છે.

બીજા દિવસની રમતના હીરો 101 રન ફટકારનાર વિકેટ કિપર બેટ્સમેન પંતને પ્લેયર ઓફ મેચ અને ચાર ટેસ્ટની આ શ્રેણીમાં 32 વિકેટ ઝડપવા ઉપરાંત સદી ફટકારવા સહિત ઓલ રાઉન્ડ ભૂમિકા બદલ અશ્વિનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગના 205 રન સામે ભારતે શુક્રવારના 7 વિકેટે 294 રનથી આગળ રમતા ઇંગ્લેન્ડના બોલરોને હતાશ કરતી બેટિંગ આગળ ધપાવી હતી. વોશિંગ્ટન સુંદર (અણનમ 96) અક્ષર પટેલે (43) આઠમી વિકેટની 106 રનની ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન કોહલીના નેતૃત્ત્વમાં ભારત ઘરઆંગણે સળંગ દસ ટેસ્ટ શ્રેણી જીત્યું

અક્ષર પટેલ રન આઉટ ન થયો હોત તો કદાચ તેઓની ભાગીદારી ક્યારે તૂટી હોત તે કહેવું મુશ્કેલ છે. જો કે તે જ સ્કોરે ઇશાંતની 9મી અને સિરાજની 10મી વિકેટ પડતા વોશિંગ્ટન સુંદર કમનસીબ રીતે 96 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ સદીની તકની નજીક પહોંચ્યો હતો. ભારતની છઠ્ઠી વિકેટની પંત-વોશિંગ્ટન સુંદરની 113 રનની અને સુંદર-અક્ષરની 106 રનની આઠમી વિકેટની ભાગીદારી નોંધાતા એવું લાગતું હતું કે પીચ બેટિંગ માટે આસાન બની છે અને ઇંગ્લેન્ડ પણ જોરદાર વળતી લડત આપશે.

જો કે એક તબક્કે બીજા દિવસે ભારત 6 વિકેટે 146 રનના સ્કોરે હતું અને ઇંગ્લેન્ડ સરસાઈ મેળવશે તેમ લાગતું હતું ત્યારે પંતે જે આક્રમકતાથી ઇંગ્લેન્ડના હાથમાંથી બાજી આંચકી લીધી હતી તેના લીધે ઇંગ્લેન્ડના આત્મવિશ્વાસ પર ભારે ફટકો પહોંચ્યો હતો.તે પછી સુંદર-અક્ષરે પણ મક્કમ લડાયક રમત બતાવીને ઇંગ્લેન્ડથી હતાશાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ભારતે 365 રનના સ્કોર સાથે 160 રનની સરસાઈ મેળવી હતી. આજે ભારતે 71 રન ઉમેર્યા હતા.

કોહલીએ પોન્ટિંગના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

ભારત 20.4 ઓવર રમ્યું હતું. ઇંગ્લેન્ડે 14મી ઓવરમાં જ 30 રનમાં4 વિકેટ ગુમાવી દેતા તેઓ નિશ્ચિત હારી જશે તે સ્પષ્ટ બન્યું હતું. હવે સવાલ એ જ હતોકે ઇંગ્લેન્ડના લોઅર ઓર્ડર બેટ્સમેન પણ ભારતની જેમ લડત આપીને મેચ ચોથા દિવસે લઇ જાય છે કે કેમ. 65 રનના સ્કોરે જ પોપ (15) અને આખરી આધાર સમાન કેપ્ટન રૂટ (30)  આઉટ થઇ જતા 65 રને 6 વિકેટના સ્કોર બોર્ડ સાથે ઇંગ્લેન્ડ વધુ એક ટેસ્ટમાં ડબલ ફિગરમાં ઓલઆઉટ થઇ જશે તેમ લાગતું હતું. ત્યારે લોરેન્સે 95 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 50 રન કરતા ઇંગ્લેન્ડ 100નો આંક પાર પાડી શક્યું હતું. ઇંગ્લેન્ડ 54.5 ઓવરોમાં 135 રનમાં ખખડી ગયું હતું.

અશ્વિને ઇનિંગની પાંચમી ઓવરના ચોથા અને પાંચમા બોલે ક્રાઉલી અને બેરસ્ટોને આઉટ કર્યા હતા. ક્રાઉલી પ્રથમ સ્લિપમાં રહાનેના હાથમાં અને બેરસ્ટો લેગ સ્લિપમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગની 10મી ઓવરોમાં અક્ષર પટેલે સિબ્લીને આઉટ કર્યો. સિબ્લીએ સ્પિન થતા બોલને બેટ વડે ડિફેન્સ કર્યો પણ બોલ હવામાં ઉછળીને શોર્ટ લેગ ફિલ્ડર ગીલના બુટ પરથી ઉછળી સીલી પોઇન્ટ પોઝિશન તરફ ગયો હતો ત્યાં કોઈ ફિલ્ડર નહતો પણ વિકેટ કિપર પંતે દોડીને કેચ પકડી લીધો હતો.

ભારતના ટેસ્ટ શ્રેણી સતત વિજયનો રેકોર્ડ

વર્ષવિરૂધ્ધમાર્જિન
2020-21ઇંગ્લેન્ડ3-1(4)
2019-20બાંગ્લાદેશ2-0(2)
2019-20દ.આફ્રિકા3-0(3)
2018-19વેસ્ટઇંડિઝ2-0(2)
2018અફઘાનિસ્તાન1-0(1)
2017-18શ્રીલંકા1-0(3)
2016-17ઓસ્ટ્રેલિયા2-1(4)
2016-17બાંગ્લાદેશ1-0(1)
2016-17ઇંગ્લેન્ડ4-0(5)
2016-17ન્યુઝીલેન્ડ3-0(3)
2015-16દ.આફ્રિકા3-0(4)
2013-14વેસ્ટઇંડિઝ2-0(2)
2012-13ઓસ્ટ્રેલિયા4-0(4)

બીજી તરફ અક્ષર પટેલે 13.1 ઓવરમાં મહત્ત્વની વિકેટ લેતા સ્ટોક્સને આઉટ કર્યો. સ્પિન થયેલા બોલને સ્વીપ લગાવવા જતા કોહલીએ લેગ સ્લિપમાં તેનો કેચ ઝડપ્યો હતો.65 રને વધુ બે વિકેટ પડી હતી. ત્રણ બોલના ગાળામાં અક્ષરના બોલે પોપ પંત દ્વારા સ્ટમ્પ આઉટ થયો જ્યારે રૂટને અશ્વિને લેગબિફોર કર્યો. રૂટે ડીઆરએસ લીધો જે નિષ્ફળ જ થવાનો હતો તે પછી ઔપચારિકતા જ હતી. તમામ વિકેટો સ્લિપ, લેગસ્લિપ, બોલ્ડ, લેગબિફોર કે સ્ટમ્પિંગમાં જ પડી. સ્પિનરો સામે રમવાની સરિયામ ટેકનિક સરીયામ ખામી વાળી પુરવાર થઇ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33