Last Updated on March 8, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ તુરંત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસ પાર્ટીએ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સેન્ટ્ર્લ ઈલેક્શન કમીશન કમિટીની બેઠક બાદ બંગાળ ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટીએ આજે નામોની જાહેરાત કરી છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પોતાના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ટીએમસીએ બંગાળ માટે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
Congress releases a list of 13 candidates for West Bengal Assembly elections pic.twitter.com/9Vi2YkQ47f
— ANI (@ANI) March 6, 2021
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ત્યારે પહેલાં બે તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારોને જહેર કર્યા છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિએ બંગાળ માટે 57 ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.
મમતા બેનર્જીની સામે ભાજપે શુભેન્દુ અધિકારીને ઉભા રાખ્યા
ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે નંદીગ્રામથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે 294 વિધાનસભા સીટ ધરાવનાર પશચિમ બંગાળની અંદર 27 માર્ચથી આઠ તબકકામાં ચૂંટણીની શરુઆત થવાની છે. પહેલી યાદીમાં ભાજપે પોતાની પાર્ટીના 56 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે પોતાની સહયોગી પાર્ટી આજસૂ માટે બાઘંડી સીટ છોડી છે. પહેલાં તબક્કા માટે ખેજરી સીટ પરથી શાંતનુ પ્રમાણિક, ઝારગામથી સુખમય સતપતી, ખડકપુરથી તપન ભૂઇયા, મેદનીપુરથી સંબિત દાસને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે 200 કરતા વધારે સીટ જીતવાનો દાવો કર્યો
ઉલ્લેખનીય છે પશ્ચિમ બંગાળની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટ પર જીત મળી હતી. જો કે આ વખતે પાર્ટી પુરી મહેનત સાથે બંગાળના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપે રાજ્યની 200 કરતા વધારે સીટ જીતવાનો દાવો કર્યો છે. બીજી તરફ મમતા બેનર્જીએ પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટીએમસી 291 સીટ પર ચૂંટણી લડી રહી છે. જ્યારે દાર્જલિંગની ત્રણ સીટો પોતાની સહયોગી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31