GSTV
Gujarat Government Advertisement

ઉનાળાની શરૂઆતની સાથે જ ફ્રૂટ બજારમાં કેરીની મોટી આવક છતાં ઊંચા ભાવથી ગ્રાહકો હેરાન

Last Updated on March 6, 2021 by

ઉનાળો શરૂ થતા જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ગયુ છે. જોકે હાલમાં અન્ય રાજયોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ થોડો ઉંચો છે. ગરમીની સાથે બજારમાં મીઠી કેરીનું આગમન થવા લાગ્યું છે. અમદાવાદમાં હાલ દક્ષિણ ભારતની કેરીનું વેચાણ થઇ રહ્યુ છે.

કેરી

સૌ પહેલા કેરી દક્ષિણ ભારતથી આવે છે. દર વર્ષે માર્ચમાં કેરળ આંધ્રપ્રદેશમાંથી કેરીઓનુ આગમન થઇ જાય છે. હાલ બજારમાં આંધ્ર બદામ કેરાલાની હાફુસ-સુંદરી પાયરી કેરીનું વેચાણ થઇ રહ્યું છે. એપ્રિલ માસમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રની આવક શરુ થશે.

હાલ અમદાવાદ નરોડા ફ્રુટ માર્કેટમા રોજની 4 ટ્રક કેરી આવે છે એટલેકે 40 ટન માલ બજારમા ઠાલવવામા આવે છે.. જેમાં આગામી સમયમા વધારો થશે. કેરી સ્વાદમા ભલે મીઠી લાગે પરંતુ હાલ તેનો ભાવ ઉંચો છે..જેમ આવક વધશે તેમ ભાવમાં ધટાડો થશે..કેરીના ભાવમા આ વર્ષે કોઇ મોટો ફેર નથી.

કેરીના જથ્થાબંધ ભાવ

  • બદામ                           ૮૦ થી ૧૦૦
  • સુંદરી                            ૧૦૦થી ૧૫૦
  • હાફÙસ                         ૨૦૦થી ૩૦૦

વેપારીઓનું માનીએ તો આ વખતે ગુજરાતમાં કેરીનો પાક સારો થયો છે..માવઠા કે અન્ય કારણોને લીધે પાકને નુકશાન થયું નથી ત્યારે લોકોને વ્યાજબી ભાવે કેરી ખાવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33