GSTV
Gujarat Government Advertisement

આઈશાનો પત્ર: આઈ લવ યુ આરિફ, મેં ક્યારેય દગો નથી કર્યો, હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો !

Last Updated on March 6, 2021 by

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાનો હસતો હસતો વીડિયો બનાવીને આખા દેશને વિચારવા માટે મજબૂર કરનારી આઈશાએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. આ ઘટના બાદ તેના પતિ વિરુદ્ધ લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને છે. આ કેસમાં આમ જોવા જઈએ તો, દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. પોલીસે આરિફની ધરપકડ કર્યા બાદ આઈશાના વકીલે આઈશાનો લખેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો હતો.

આઈ લવ યુ હું તારી જ છું…

પત્ર વાંચતા ખ્યાલ આવે છે કે, આઈશા આરિફને કેટલો પ્રેમ કરતી હતી. તે લખે છે કે, આઈ લવ યુ હું તારી જ છું, તે મને ચાર દિવસ ભૂખી રાખી હતી. આ પત્રમાં આઈશાએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

હું પ્રેગ્નેટ હતી, ત્યારે પણ તું ખૂબ મારતો…જેના કારણે આપણા લિટલ આરૂને વાગ્યુ

આ કેસમાં આત્મહત્યા મામલે આઈશાના પરિવાર અને વકીલ તરફથી અલગ અલગ ખુલાસા થયા છે. જોકે, હવે આઈશાએ લખેલો એક પત્ર તેના વકીલે રજૂ કર્યો હતો. આ પત્રમાં આઈશા તરફથી અનેક બાબતોના ખુલાસા કરવામાં આવ્યા છે. આ પત્રની શરૂઆત માય લવ આરૂ (આરિફ)થી કરવામાં આવી છે. પત્રમાં આઈશા લખે છે કે, ઘણી એવી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટુ લાગ્યુ કે, તે તારી કરતૂતો છુપાવવા માટે મારૂ નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. હું ચાર દિવસ રૂમમાં બંધ હતી, ત્યારે કોઈએ ખાવા માટે પણ પૂછ્યુ નહોતું. હું પ્રેગ્નેટ હતી, ત્યારે પણ તું નહોતો આવતો, અને આવતો ત્યારે પણ ખૂબ મારતો. જેના કારણે લિટલ આરૂ (આરિફ)ને વાગ્યુ જેથી હું તેની પાસે જાવ છું.

આઈ લવ યુ કુકુ…હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો

પત્રમાં આઈશા આગળ લખે છે કે, મેં ક્યારેય દગો નથી કર્યો, તે હસતી ખેલતી બે જીંદગી ઉજાડી દીધી છે. સોરી આઈ લવ યુ કુકુ, હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફિદા છું, પણ એ હવે હું તને આવતા જન્મમાં જ કહીશ. અંતે તેણે લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યુ છે.

પોલીસે આરિફના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરિફને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. પોલીસે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે. ત્યારે હવે પોલીસ આઈશાના આ પત્રના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33