GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ ટેસ્ટ: ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ પર કર્યો કબ્જો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બનાવી જગ્યા

Last Updated on March 6, 2021 by

અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 25 રને જીત થઈ છે. ઈંગ્લેન્ડની બીજી રમતમાં ભારતીય સ્પિનર્સની આગળ એક પછી એક એમ વિકેટો ખડવા લાગી હતી. પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમ ઈંડિયાએ જબરદસ્ત વાપસી કરી હતી અને સતત ત્રણ ટેસ્ટ મેચ જીતીને સીરીઝ પર 3-1થી કબ્જો કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. જે ફાઈનલ તેની સામે ન્યૂઝીલેન્ડમાં લોર્ડ્સના મેદાન પર યોજાશે. આ મેચ 18 જૂનના રોજ રમાશે.

અક્ષર પટેલે ઈંગ્લેન્ડની ટીમને ઉભી ન થવા દીધી

અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં શાનદાર પિચ હોવા છતાં પણ ઈંગ્લેન્ડની ટીમ 3 દિવસમાં જ મેચ હારી ગઈ હતી. એક વાર ફરી ઈંગ્લેન્ડને અક્ષર પટેલે મોટા ઘા આપ્યો છે. અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પ્રથમ ઈંનિગ્સમાં 4 વિકેટ લઈને બીજી ઈંનિગ્સમાં 5 વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર અશ્વિને પણ બીજી ઈંનિગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારતની શાનદાર બોલિંગ, ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા

મેચના સ્કોરની વાત કરીએ તો, પ્રથમ ઈંનિગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ 75 ઓવરમાં ફક્ત 205 રન જ બનાવી શકી હતી. ત્યાર બાદ ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 365 રન બનાવી નાખ્યા હતા. પંતે 101 રન બનાવ્યા પણ ત્રીજા દિવસે વોશિગ્ટન સુંદરે પોતાની સદી લગાવી શક્યો નહોતો અને તે 96 રન પર નોટઆઉટ રહ્યો હતો. અક્ષર પટેલે પણ 43 રન જોડ્યા હતા.

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા

ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીરીને પ્રથમ બેટિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવાયા હતા. બેન સ્ટોક્સે 55 રન, ડેન લોરેંસે 46, ઓલી પોપે 29 અને જોની બેયરસ્ટોએ 28 રન બનાવ્યા હતા. સ્ટોકસે ટેસ્ટ કારકિર્દીની 24મી ફિફ્ટી બનાવી. અક્ષર પટેલે 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિચંદ્રન અશવીને 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. અક્ષરે જેક ક્રાઉલી, ડોમ સિબ્લી, ડેન લોરેન્સ અને ડોમ બેસને આઉટ કર્યો. સિરાજે બેયરસ્ટો અને જો રૂટને પેવેલિયન મોકલ્યો. જ્યારે, અશ્વિને ઓલી પોપ, બેન ફોક્સ અને જેક લીચને આઉટ કર્યો. વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી. તેણે બેન સ્ટોક્સને LBW કર્યો.

ભારતે ટેસ્ટ ચેમ્પિયશિપમાં સૌથી વધારે 12 મેચો જીતી


પ્રથમ વાર થઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈંડિયા અત્યાર સુધીમાં સૌથી વધારે સફળ ટીમ રહી છે, તેણે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. ઈંગ્લેન્ડે 11 જીત સાથે બીજા નંબરે છે. ટીમ ઈંડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સીરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર થઈ છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ સીરીઝમાં ઓગસ્ટ 2019માં વેસ્ટઈંડીઝને 3-0થી હરાવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33