Last Updated on March 6, 2021 by
રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું ઉદાહરણ આપતા કહ્યુ કે, મહેસાણા જિલ્લામાં રી-સર્વેના 18 હજારપ્રશ્નો માટેની અરજી મળી છે. જેમાંથી માત્ર 1700 જેટલી અરજીઓ નિકાલ થયો છે આ પ્રશ્ન માત્ર મહેસાણા જિલ્લાનો નહી પરંતુ સમગ્ર રાજ્યનો છે.
સરકારની મળતીયાની માલિકી ધરાવતી કંપનીઓ પાસેથી રિસર્વેની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે પારદર્શિતા દેખાતી નથી તેવો આક્ષેપ પણ સી.જે. ચાવડાએ લગાવ્યો છે. વિધાનસભા માં આ રી-સર્વેની કામગીરી રદ કરવાની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
સી.જે. ચાવડાએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
ધારાસભ્ય સી.જે.ચાવડાએ રિસર્વે કામગીરીમાં હજારો ચોરસવાર જમીન ચાંઉ કરી લેવામાં આવી હોવાના કિસ્સા બન્યા હોવાનું કહ્યું છે. ગુજરાતના છેવાડાના ગામડા સુધી રિસર્વેના પ્રશ્નો છે. એટલુ જ નહી, રિસર્વેના પ્રશ્નોના જવાબ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી પૂર્ણ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ સી.જે ચાવડાએ લગાવ્યો છે. જમીનને લઇને ભાઈઓ ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે પણ કકરાટ ઊભો થયો છે. કોંગ્રેસ અને ગાયકવાડની સરકારમાં માપણી કરવામાં આવી હતી ત્યારે એક ઇંચનો પણ ફરક રાખવામાં આવ્યો ન હતો.અત્યારે હાલમાં આધુનિક યુગમાં પણ સર્વે કંપની સારી રીતે રીસર્વે કરતી નથી તેવો કોંગી ધારાસભ્યેએ આક્ષેપ લગાવ્યો.
જમીન માપણી અંગે નીતિન પટેલે આપ્યો આ જવાબ
જમીન માપણીમાં થયેલી ભૂલો પૂછાયેલા સવાલનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપ્યો અને કહ્યુ કે, જમીન માપણી રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય ન થાય તેનું અમે પુરતુ ધ્યાન રાખી રહ્યાં છીએ. રી-સર્વે કામગીરી દરમિયાન થયેલી ટેકનીકલ ભૂલોના કિસ્સામાં જયાં સુધી ખેડૂતોના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી રી-સર્વે કામગીરીનું અમલીકરણ કરીશું નહીં.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31