GSTV
Gujarat Government Advertisement

મમતાના ગુડલક નંદીગ્રામમાં શુભેંદુ કેટલો બાહુબલિ : એક નહીં ભાજપને આપ્યા 5 મોટા સંદેશ, હવે બદલાઈ ગયું બંગાળનું રાજકારણ

Last Updated on March 8, 2021 by

પશ્વિમ બંગાળની રાજનીતિમાં એક એવું નામ જ્યાંથી મમતા બેનર્જીએ પોતાના રાજકીય સફરને બુસ્ટર આપ્યું હતુ. 2007માં નંદીગ્રામમાં ભૂમિ અધિગ્રહણના વિરોધમાં ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં 14 ખેડૂતોના મોત થયા. નંદીગ્રામની રાજનીતિમાં મમતાની એન્ટ્રીથી બંગાળમાં ડાબેરીઓની સરકારનો સૂરજ હમેશા માટે આથમી ગયો છે. નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી મમતાએ પહેલું નિશાન શુભેંદુ અધિકારી પર સાધ્યુ છે. ભાજપે જે શુભેંદુ અધિકારી પર રાજકીય દાવ ખેલ્યો છે. તેના પર મમતાએ પોતાના મજબૂત પાસા ફેંક્યા છે.

ચૂંટણી લડવાનો નિર્ણય લઈને એક તીરથી અનેક નિશાન સાધ્યા

પોતાના રાજકીય સફરમાં મમતા બેનર્જી સૌથી કઠીન ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અને પોતાના કઠીન સમયમાં ભરોસાની શોધ મમતાને ફરીએક વાર નંદીગ્રામ લઈ આવી છે. મમતાએ રાજકારણના દાવમાં એવી મોટી લક્ષ્મણ રેખા ખેંચી છે. જેને પાર કરવી ભાજપ માટે મુશ્કેલ જ નહી પણ નામુમકીન છે. મમતાએ નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય લઈને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે. નંદી ગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી મમતાએ પાંચ મોટા સંદેશ આપ્યા છે.

મમતાના પાંચ સંદેશ

૧. નંદીગ્રામ પર મમતાનો વિશ્વાસ
૨. હાર-જીતનો ડર નથી
૩. સૌથી મોટું રાજકીય સાહસ
૪. ભાજપ પર દબાણ વધાર્યું
૫. ટીએમસીના કાર્યકરોનું મનોબળ વધાર્યું

મમતાના નંદીગ્રામમાંથી ચૂંટણી લડવાના બે કારણ છે

નંદીગ્રામ પશ્વિમ બંગાળની રાજનીતિનું કેન્દ્ર છે. અહીંથી મમતા બેનર્જીનો ઉદય અને ડાબેરીઓની સરકારનું પતન થયું હતુ. મમતાએ 2011થી પશ્વિમ બંગાળની કમાન સંભાળી તો તેમને રાજકીય તાકાત નંદીગ્રામથી મળી છે. નંદીગ્રામ વિધાનસભાનું રાજકીય સમીકરણ સમજીએ તો.. 2011ની વિધાનસભાની ચૂંટણીમાં સીપીઆઈને 34.8 ટકા મત મળ્યા. તો ટીએમસીના ફિરોજા બીબીને 60.2 ટકા મત મળ્યા હતા. 2016ની ચૂંટણીમાં શુભેંદુ ચૂંટણી લડ્યા અને તેમને 67.8 ટકા મત મળ્યા જ્યારે સીપીઆઈને માત્ર 26.5 ટકા મત મળ્યા હતા.

નદીગ્રામનું ગણિત

૨૦૧૧માં સીપીઆઈને ૩૪.૮ ટકા મત મળ્યા
ટીએમસીના ફિરોજા બીબીને ૬૦.૨ ટકા મત મળ્યા
૨૦૧૬માં શુભેંદુ અધિકારીને ૬૭.૮ ટકા મત મળ્યા
સીપીઆઈને માત્ર ૨૬.૫ ટકા મત મળ્યા

ટીએમસીના સેના પતિ રહેલા શુભેંદુ ભાજપમાં સામેલ થયાં મમતા બેનર્જીને મોટો ઝટકો તો લાગ્યો છે પરંતુ મમતા રાજકીય નુકશાનની પરવાહ કર્યા વગર રાજકીય દાવ ખેલવામાં પાછા પડ્યા નથી. મમતાએ હવે ભાજપને વિચારતું કર્યુ છે કે, શુભેંદુ ફેક્ટરને નંદીગ્રામ સુધી સીમિત રાખવું છે કે, નહી.

નંદીગ્રામ પર લડવાના એજન્ડા

  • દક્ષિણ બંગાળના કિલ્લાને શુભેંદુથી બચાવવો
  • પૂર્વ મિદનાપુર શુભેંદુના વર્ચસ્વનો વિસ્તાર
  • નંદીગ્રામથી ચૂંટણી લડી શુભેંદુ પર સીધુ દબાણ
  • શુભેંદુ ચૂંટણી લડશે તો પુરી તાકાત નંદીગ્રામ પર લગાવશે
  • અને શુભેંદુ નંદીગ્રામ સુધી સીમિત રહી જશે
  • નંદીગ્રામથી ચૂંટણી લડી મમતા બંગાળમાં હિંદુ-મુસલમાનનું ધ્રુવીકરણ અટકાવશે

નંદીગ્રામ ગ્રામથી ચૂંટણી લડવાના મમતાના કેટલાક રાજકીય એજન્ડા છે. નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી મમતાએ ભૂમિઅધિગ્રણ આંદોલનની યાદ તાજી કરી અને શુભેંદુ ફેક્ટરનો પરપોટો ફોડવાની તૈયારી કરી લીધી.

 દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33