GSTV
Gujarat Government Advertisement

સુરત/ પ્રતિબંધિત સિમી ધરપકડ કેસમાં 21 વર્ષે ચુકાદો, કોર્ટે 127 વ્યક્તિઓ માટે સંભળાવ્યો આ ફેંસલો

સિમી

Last Updated on March 6, 2021 by

સુરતમાં પ્રતિબંધિત સિમીના ધરપકડ કેસમાં 21 વર્ષે ચુકાદો આવ્યો છે અને તમામ 127 વ્યક્તિઓ નિર્દોષ જાહેર થયા બાદ છુટકારો થયો છે. સરકાર પક્ષે આ કેસમાં અમદાવાદના બે પ્રોસિક્યુક્ટર આખી દેસાઈ અને જગરૂપશિંહ રાજપૂત દ્વારા સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ પણ આ કેસમાં દલીલો કરી હતી. જ્યાં અંતે કોર્ટ અપૂરતા પુરાવાના આધારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. સરકારી વકીલ નયન સુખડવાળાએ નિવેદન આપ્યુ છે કે, ગુનો દાખલ કરતા પહેલા સેન્ટ્રલ ગવર્નમેન્ટની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી કલમ 17 નો ભંગ થતા આરોપીઓને લાભ મળવાના કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

શું છે સિમી કેસ

આજથી વીસ વર્ષ પહેલા સુરતના સગરામપુરા સ્થિત રાજશ્રી હોલમા માઈનોરીટી એજ્યુકેશનના ઓઠા હેઠળ મળેલા પ્રતિબંધિત સીમી સંસ્થાના દેશના વિવિધ રાજ્યના 124 સીમી કાર્યકરોને અઠવા પોલીસે અન લો ફૂલ એકટીવીટીના ભંગ બદલ ઝડપી લીધા હતા.છેલ્લાં વીસ વર્ષ પૂર્વે બનેલા આ ગુનાઈત કારસામા સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધના કેસ કાર્યવાહી બાદ આજે ઉઘડતી કોર્ટ ના સમયે સુરતની સીજીએમ કોર્ટે તમામ 124 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

તત્કાલીન અઠવા પીઆઈ એમ.જે.પંચોલીને તા.27-12-2001 થી 30-12-2001ના રોજ રાજ્યના એડીશ્નલ ડીજીપી તરફથી ફેક્સ મળ્યો હતો. જેમાં સુરતના રાજશ્રી હોલમા લઘુમતિ ઓના શૈક્ષણિક હકોના ઓઠા હેઠળ સુરત ના સ્થાનિક સહિત દેશભરમાંથી સીમી સંસ્થા ના કાર્યકરોનુ સંમેલન મળી રહયું છે.જેથી અઠવા પોલીસે રેડ કરીને 123 આરોપીઓ ને પ્રતિબંધિત સીમી સંસ્થાના ફોર્મ તથા સાહીત્ય સાથે અન લો ફુલ એકટીવીટીના ભંગ બદલ ઝડપી લીધા હતા. સુરતના સલાબતપુરામા રહેતા અલીફ માજીદ મન્સુરી એ.આર.કુરેશીએ સુરતનો હોલ બુક કરાવ્યો હતો.

કોર્ટે આ કારણે તમામ આરોપીઓને જાહેર કર્યા નિર્દોષ

છેલ્લાં વીસ વર્ષ જૂના આ કેસની અંતિમ સુનાવણી સરકાર પક્ષે ખાસ સરકારી વકીલ નયન સુખડવાલા તથા બચાવ પક્ષે મુખ્ત્યાર શેખ અબ્દુલ વહાબ શેખે પૂરી કરતાં કોર્ટે તા.6ઠ્ઠી માર્ચ સુધી ચૂકાદો અનામત રાખ્યો હતો.આજે ઉઘડતી કોર્ટે ચૂકાદો જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધનો કેસ ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.તમામ આરોપીઓ જામીનમુક્ત હતા.

સિમી

સુરતના નવસારી બજાર સ્થિત રાજશ્રી હોલમાં દરોડા પાડીને પોલીસે પ્રતિબંધિત સાહિત્ય સાથે 123 લોકોની ધરપકડ કરી હતી. દેશમાં ઈસ્લામિક સંગઠન સીમી પર પ્રતિબંધ હોવા છતા સિમિનું સુરત ખાતે સંમેલન યોજાયુ હતુ અને અલગ અલગ રાજ્યોમાંથી સંખ્યા બંધ લોકો ભાગ લેવા સુરત પહોંચ્યા હતા. બેગમપુરાના મૃગવાન ટેકરાના આસિફ ઇકબાલ ઉર્ફે આસિફ અનવર શેખ અને કોસંબાના હનીફ મુલતાનીએ આ સંમેલનનું આયોજન કર્યુ હતુ. કેસની સુનાવણી સુરત ચીફ કોર્ટમાં પૂર્ણ થઈ હતી જેના સંદર્ભે કોર્ટે ચુકાદો આપી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33