Last Updated on March 6, 2021 by
નવું શૈક્ષણિક વર્ષ હજી ચાલુ થયું નથી અને એ પહેલાં જ શાળા સંચાલકોએ સરકાર પાસે ફી વધારા માટેની માંગણી કરવા માંડી છે. કોરોનાના કારણે ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં સરકારે સ્કૂલોને ૨૫ ટકા ફી ઘટાડવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત દર વર્ષે જે ૧૦ ટકા ફી વધારો સ્કૂલો કરે છે તે પણ કરવામાં નહોતો આવ્યો. જેને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ આગામી શૈક્ષણિક વર્ષમાં ૧૦ ટકાની જગ્યાએ ૨૦ ટકા ફી વધારો કરવા માટે શાળા સંચાલકોએ માંગણી કરી હતી. સરકાર જો શાળા સંચાલકોની વાત માનશે તો મોંઘવારીથી પિસાતા વાલીઓ પર વધુ એક બોજ આવશે.
શાળા સંચાલક મહામંડળની બેઠકમાં શહેરની 120 સ્કૂલોના સંચાલકો ઉપસ્થિત
મળતી વિગતો પ્રમાણે આજે વડોદરામાં રાજ્ય શાળા સંચાલક મહામંડળની એક બેઠક યોજાઈ હતી.જેમાં વડોદરા શહેરની લગભગ ૧૨૦ સ્કૂલોના સંચાલકો હાજર રહ્યા હતા. શાળા સંચાલકોએ ફી વધારાની સાથે-સાથે બીજી પણ કેટલીક માંગણી કરી હતી કે, ઈન્ડસ્ટ્રિયલ ઝોન અને હાઈરાઈઝ બિલ્ડિંગ માટે લાગુ પડતા ફાયર સેફટીના નિયમોને સ્કૂલો પર લાગુ કરવામાં ના આવે અને આ નિયમો હળવા બનાવાય.
સરકારની નવી ગ્રાન્ટ નીતિના કારણે ઘણી ગ્રાન્ટેડ સ્કૂલો ગ્રાન્ટથી વંચિત
સાથે સાથે સરકારની નવી ગ્રાન્ટ નીતિના કારણે ઘણી ગ્રાન્ટેડ સ્કૂલો ગ્રાન્ટથી વંચિત રહે છે. ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યો અને શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે અને સાથે સાથે સ્કૂલોમાં ક્લાર્ક તેમજ લાઈબ્રેરિયન જેવી પોસ્ટ પર પણ સરકાર ભરતી કરે. ઉપરાંત જૂની પ્રાથમિક શાળાઓને પણ નવેસરથી મંજૂરી લેવા માટે સરકારે તાજેતરમાં જાહેર કરેલા પરિપત્રનો પણ આ બેઠકમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દાઓ પર રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને રજૂઆત કરશે તેમ નક્કી કરાયું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31