Last Updated on March 6, 2021 by
વિધાનસભા સત્રના પાંચમો દિવસ એકદમ નિરસ રહ્યો હતો.પ્રશ્નોતરી કાળમાં ય શાસક પક્ષ અને વિપક્ષ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ વખતે અધ્યક્ષે એ મુદ્દે બધા ધારાસભ્યોનું ધ્યાન દોર્યું કે, આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની રસી લીધી છે.તે વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહના ધારાસભ્યોને રસી લેવા અપીલ કરી હતી.આ દરમિયાન,ધારાસભ્ય અમિત ચાવડાએ એવી ટકોર કરીકે, અમે તો તમારી જ રાહ જોતા હતાં. નીતિનભાઇ,તમે રસી લઇ લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું.
બોલકા મંત્રી વિભાવરીબેન દવે ગોથે ચડયાં
શિક્ષણનો પ્રશ્ન ચર્ચાતાં વિપક્ષે શિક્ષકોની ભરતી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં. તે વખતે બોલકામંત્રી વિભાવરીબેન દવેની બોલતી બંદ થઇ ગઇ હતી. વિપક્ષી ધારાસભ્યોએ શિક્ષકોની ભરતી મામલે પેટા પ્રશ્નનો મારો ચલાવ્યો હતો ત્યારે પુરતી માહિતીના અભાવે મંત્રી વિભાવરી દવે એ જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાત કરી હતી.જેથી કંટાળીને મંત્રી વિભાવરીબેને અધ્યક્ષને કહ્યુંકે, સાહેબ,આ લોકોને તમે માર્ગદર્શન આપોને…આમ કહેતાં જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંત્રીને ટપાર્યા હતાંકે,તમે જવાબ આપોને…આમ છતાંયે તેઓ જવાબ આપી શક્યા ન હતાં.
પ્રદિપસિંહ જાડેજાએ કવિની ભૂમિકામાં, પ્રજાની આરતી ઉતારી છે
ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા કઇંક અલગ અંદાજમાં જોવા મળ્યા હતાં. કવિતા રજૂ કરી પ્રદિપસિંહે કોંગ્રેસને આડે હાથે લીધી હતી.તેમણે કવિતા સુણાવી હતીકે, કમળના સંગાથે,ઓસરીના દિવા પર,ભાજપની એજ તો ખુમારી છે.અમે પ્રજાની સાથે રહીને ખરા દિલથી પ્રજાની આરતી ઉતારી છે.
ધગધગતુ સપનુ જોવામાં એવા દાઝ્યાં,એવા દાઝ્યાં કે,વાત જવા દે.
પહેલાં તો હું પોતે પણ એક મહેલ હતો ને મારો વૈભવ હતો કોઇ કુબેર સરીખો
કઇંક થયુ ઓછુ ભિતર,ને થતો ગયો હું ધીરે ધીરે ખંડેર સરીખો
પછી કરોળિયાના જાળા બાઝ્યાં,જાળા બાઝ્યાં,વાત જવા દે….
તેમણે છેલ્લે એવુ કહ્યું કે, કોંગ્રેસની ઇમારત હવે જર્જરીત જ નહીં,ધ્વંસ થવાની છે
મુલાકાતીઓ વિના મંત્રીઓ ઓફિસ સુમસામ, અધિકારીઓ રાજી
કોરોનાના લીધે આ વખતે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે જેના કારણે વિધાનસભા સંકુલ જ નહીં, મંત્રીઓની ઓફિસો પણ સુમસાન બની છે. નહીતર એટલી સંખ્યામાં મુલાકાતીઓ આવતાં હતાંકે, ખુદ અધિકારીઓને નાકે દમ આવી જતો હતો.એટલું જ નહીં, મુલાકાતીઓની ભારે અવરજવરથી વિધાનસભામાં ભારે કોલાહલ મચી જતો હતો. મુલાકાતીઓ વિના વિધાનસભા સંકુલ પણ ઓછી અવરજવર જોવા મળી છે. અધિકારી જ નહીં,સુરક્ષા કર્મચારીઓ પણ હળવાશ અનુભવી રહ્યાં છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31