GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું/ પત્ની અને સંતાન જ નહીં માતા-પિતાનો પણ દિકરાની આવક પર અધિકાર: કોર્ટનો મોટો ચુકાદો

કોર્ટ

Last Updated on March 6, 2021 by

બાળકની આવકને લઇ કોર્ટે મોટો ચુકાદો સંભાળવ્યો છે. કોર્ટ મુજબ બાળકની આવક પર જેટલો અધિકાર પત્ની અને બાળકનો હોય છે તેટલો જ માતા પિતાનો પણ હોય છે. ભરણપોષણના એક કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિની કમાણી પર ,માત્ર પાત્રની અથવા બાળકોનો અધિકાર હોતો નથી, પરંતુ વડીલ માતા-પિતાનો પણ અધિકાર હોય છે.

માતા-પિતાનોબાળકની આવકમાં બરાબર ભાગ

કોર્ટે પોતાના એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પત્ની તેમજ દીકરાના બરાબર જ કોઈ પણ વ્યક્તિ પર એના માતા-પિતાનો અધિકારી હોય છે. દિલ્હીમાં તીસ હાજરી સ્થિત પ્રિન્સિપાલ જિલ્લા અને સત્ર ન્યાયધીશ ગિરીષ કાથપલીયાની અદાલતે આ મામલે વાદી મહિલાની અરજી પર સુનાવણી કરતા પ્રતિવાદી પતિની આવક સંબંધિત સોગંધનામુ રજુ કરવા કહ્યું હતું.

મહિલાનું કહેવું હતું કે એમના પતિની માસિક આવક 50 હજાર રૂપિયાથી વધુ છે, જયારે તેમને અને તેમના બાળકને માત્ર 10 હજાર રૂપિયા ભરણપોષણના આપવામાં આવું રહ્યાં છે.

તો પતિ તરફથી રજુ થયેલા સોંગદનામામા કહેવાયુ કે, તેની માસિક આવક 37 હજાર રૂપિયા છે. અને આ રકમમાંથી પત્ની તેમજ બે વર્ષના બાળકના ઉછેર ઉપરાંત ખુદનો ખર્ચ ઘરડા માતા-પીતાનુ ભરણ-પોષણ પણ કરે છે.

કોર્ટે રિપોર્ટમાં આપેલા તથ્યોને ગંભીરતાથી લીધા

કોર્ટે પતિના સોંગદનામાને જોતા સુરક્ષા અધિકારીને રિપોર્ટ રજુ કરવાનું કહ્યુ હતું. આ રિપોર્ટમાં જણાવ્યુ કે, પ્રતિવાદીએ સત્ય તથ્ય રજુ કર્યા છે. તેની આવક વેરા ખાતા મુજબ તેની માસિક આવક 37 હજાર રૂપિયા જ છે. સાથે જ રિપોર્ટમાં તે પણ જણાવાયુ છે કે, માતા-પિતાના જીવન નિર્વાહ ઉપરાંત તેની બીમારીનો ખર્ચ પણ તે જાતે જ ઉઠાવે છે. કોર્ટે રિપોર્ટમાં આપેલા તથ્યોને ગંભીરતાથી લીધા.

તો બીજી તરફ પત્નીએ કહ્યું કે, પતિની વધારે જવાબદારી તેની અને તેના બાળક પ્રત્યે વધારે હોવી જોઈએ. એવામાં તેનો ખાધા-ખોરાકીની રકમ વધારી આપવામાં આવે.

કોર્ટે આવકને 6 ભાગમાં વેચી

કોર્ટે આ મામલાનો ચુકાદો આપતા કહ્યું કે પ્રતિવાદી પતિની આવકને છ ભાગમાં વેચી દેવામાં આવે. બે ભાગ પ્રતિવાદીને આપવામાં આવે. આ ઉપરાંત પત્ની, દીકરો, માતા અને પિતાને એક એક ભાગ. કોર્ટે આ મામલે પત્નીને પતિની આવક મુજબ ભરણપોષણ વધારવાની આવકની સુનાવણી હેઠળ આ નિર્ણય લેવાયો છે.

Raad Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33