Last Updated on March 6, 2021 by
સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેન કોરોનાનાં લક્ષણ દેખાયાની પુષ્ટિ થઇ છે. જેના પગલે વરાછા, પાલનપુર, પાલ અને સરથાણા વિસ્તારમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરવામાં આવ્યુ છે.
સુરતમાં સિટીમાં કોરોનાની ફરી સદી
સુરત સિટીમાં કોરોનાની રફતાર તેજ થતા આજે 101 અને ગ્રામ્યમાં 09 મળી કુલ 110 દર્દી નોંધાયા છે. કેસ ઘટવાની શરૃઆત બાદ પ્રથમવાર સુરત સિટીમાં કોરોના આંક સદીને પાર કરી ગયો છે. સિટીમાં વધુ 75 અને ગ્રામ્યમાં 07 મળી 82 દર્દીઓને રજા મળી છે.
કુલ કોરોના આંક 54,285 અને કુલ 52,541 સાજા થયા : હાલ 13 ગંભીર હાલતમાં
સિટીમાં નવા 110 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 35,રાંદેરમાં 16 અને લિંબાયતમાં 14કેસ છે. સીટીમાં 4 વિદ્યાર્થી, સાડી-ટેક્સટાઇલ-હીરાવ્યવસાયી સહિત 12 વ્યવયાસી, ઘોડદોડ રોડની એક બેન્કના ચાર કર્મચારી અને જીલ્લા કોર્ટના અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સિટીમાં કુલ કેસ 41,094અને મૃત્યુઆંક 850 છે.
ગ્રામ્યમાં કુલ કેસ 13,191, મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 54,285 અને મૃત્યુઆંક 1137 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 39,769 અને ગ્રામ્યમાં 12,772 મળીને કુલ 52,541 થયો છે.નવી સિવિલમાં 21 દર્દીઓ પૈકી 5 ગંભીર છે.જેમાં 5 બાઇપેપ પર છે. સ્મીમેરમાં 9પૈકી 8 ગંભીર છે.જેમાં 3 વેન્ટીલેટર ,2 બાઇપેપ અને 3 ઓક્સિજન પર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31