Last Updated on March 6, 2021 by
ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય તેવું ૧૭ જાન્યુઆરી એટલે કે ૪૭ દિવસમાં પ્રથમવાર બન્યું છે. હાલમાં ૨,૮૫૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક ૪,૪૧૩ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ ૨,૭૨,૨૪૦ કેસ નોંધાઇ ચૂક્યા છે.
કયા જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ?
જિલ્લો ૫ માર્ચના કેસ એક્ટિવ કેસ
અમદાવાદ ૧૧૫ ૬૯૦
સુરત ૧૧૦ ૫૭૦
વડોદરા ૧03 ૪૬૪
રાજકોટ ૫૬ ૨૫૪
જામનગર ૧૩ ૮૮
ગાંધીનગર ૧૨ ૪૬
છેલ્લા ૨૪ કલાકમાં ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧૧૩-ગ્રામ્યમાં ૨ સાથે ૧૧૫, સુરત શહેરમાં ૧૦૧-ગ્રામ્યમાં ૯ સાથે ૧૧૦ અને વડોદરા શહેરમાં ૯૯-ગ્રામ્યમાં ૪ સાથે ૧૦૩ કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંક અમદાવાદમાં ૬૩૩૨૯, સુરતમાં ૫૪૨૮૦ અને વડોદરામાં ૩૦૨૭૩ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૫૬ સાથે વડોદરા, ૧૩ સાથે જામનગર, ૧૨ સાથે ગાંધીનગર, ૧૧ સાથે જુનાગઢ-કચ્છ, ૯ સાથે ખેડા-આણંદ, ૮ સાથે સાબરકાંઠા-ભરૃચ, ૬ સાથે મહીસાગર-ગીર સોમનાથ-પંચમહાલ, ૪ સાથે નર્મદા, ૨ સાથે બનાસકાંઠા-સુરેન્દ્રનગર-અમરેલી-દાહોદ-મોરબી-અરવલ્લી-દેવભૂમિ દ્વારકા-ડાંગ,૧ સાથે ભાવનગર-નવસારી-છોટા ઉદેપુર-પોરબંદરનો સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ નોંધાયું હોય તેમાં અમદાવાદ ૨૩૧૬ સાથે મોખરે, ૯૭૬ સાથે સુરત બીજા અને વડોદરા ૨૪૦ સાથે ત્રીજા સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦૨, સુરતમાંથી ૮૧, વડોદરામાંથી ૬૧ એમ રાજ્યભરમાંથી ૪૦૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૪,૯૬૯ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૩૩% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧૯૪ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૧૯ કરોડ છે. હાલમાં ૨૨૧૫૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31