GSTV
Gujarat Government Advertisement

આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી

Last Updated on March 5, 2021 by

આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે શુક્રવારે તેના 70 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માજુલી, પ્રદેશ પ્રમુખ રણજિતદાસ પટાચારકુચીથી અને રાજ્ય સરકારના પ્રધાન હેમંત વિશ્વ સરમા જલકુબારીથી ચૂંટણી લડશે. પાર્ટીએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જ્યારે 11 બેઠકો પર અનુસૂચિત જનજાતિના અને ચાર બેઠકો પર અનુસૂચિત જાતિનાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.  

યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે

ભાજપના મહાસચિવ અરૂણસિંહે પાર્ટીના મુખ્ય મથક ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી. તેમણે કહ્યું કે તેઓ આસામમાં તેમના સાથી આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) ની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

. BJPએ તે 70 બેઠકો પર ઉમેદવારોનાં નામની ઘોષણા કરી

તેમણે કહ્યું કે બેઠકોની વહેચણી મુજબ, 126 સભ્યોની રાજ્ય વિધાનસભાની 26 બેઠકો પર એજીપી અને આઠ બેઠકો પર યુપીપીએલ જ્યારે અન્ય 92 બેઠકો BJP પોતાના ઉમેદવારો ઉભા કરશે. BJPએ તે 70 બેઠકો પર ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે, જ્યાં પહેલા અને બીજા તબક્કનું મતદાન થવાનું છે.

વર્ષ 2016માં BJPને 60 બેઠકો પર જીત મળી હતી

અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં BJPને 60 બેઠકો પર જીત મળી હતી, જ્યારે આસામ ગણ પરિષદે 14 બેઠકો પર જીત મળી હતી, યુપીપીએલ BJPનું ગઠબંધન તાજેતરમાં જ થયું છે, હાલ તો વિધાન સભામાં તેનો એક પણ સભ્ય નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33