Last Updated on March 5, 2021 by
કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી વિગતો પ્રમાણે સોનાની દાણચોરી પ્રકરણમાં પકડાયેલી મહિલા સ્વપ્ના સુરેશે કસ્ટમ વિભાગની પૂછપરછમાં મુખ્યમંત્રી પી.વિજયન અને કેબિનેટના બીજા ત્રણ મંત્રીઓના નામ આપ્યા છે. આ તમામ ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હોવાની વાત સ્વપ્ના કહી રહી છે.
ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હોવાની વાત સ્વપ્ના કહી રહી છે
મુખ્યમંત્રી પી.વિજયન અને કેબિનેટના બીજા ત્રણ મંત્રીઓના નામ આપ્યા
સ્વપ્નાએ કસ્ટમ વિભાગને આપેલા નિવેદન અંગે કસ્ટમ વિભાગે કેરાલા હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને કહ્યુ હતુ કે, પી વિજયનને અરબી ભાષા નહી આવડતી હોવાથી આરોપી સ્વપ્ના સુરેશ કોન્સ્યુલેટ જનરલ સાથે વાતચીતમાં દુભાષિયાનુ કામ કરતી હતી. સોનાના સ્મગલિંગમાં પી વિજયન અને બીજા મંત્રીઓને કરોડો રુપિયાનુ કમિશન મળતુ હતુ.
સ્મગલિંગમાં પી વિજયન અને બીજા મંત્રીઓને કરોડો રુપિયાનુ કમિશન મળતુ
આ ખુલાસો થયા બાદ હવે વિપક્ષ હુમલાવર છે.વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ વિધાનસભામાં કહ્યુ હતુ કે, કોંગ્રેસ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોલ્ડ સ્મગલિંગના આરોપ લગાવી રહી હતી અને આ આરોપ સાચા પડયા છે. બીજી તરફ ભાજપે પણ આક્રમક વલણ અપનાવ્યુ છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પણ આ મુખ્ય મુદ્દો બને તેમ લાગી રહ્યુ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31