GSTV
Gujarat Government Advertisement

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હજારો ઓરડાની ઘટ હોવાનો સરકારનો સ્વીકાર, પાયાની સુવિધા પણ ન હોવાનો થયો ખુલાસો

શાળા

Last Updated on March 5, 2021 by

રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનના દાવા વચ્ચે રાજ્યની સરકારી શાળામાં પાયાની સુવિધા ન હોવાનો ખુલાસો થયો છે. રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા પણ નથી. આટલું જ નહીં રાજ્યની 5 હજાર 353 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડની વોલ પણ નથી. સરકારે વિધાનસભામાં કરેલી કબૂલાત પ્રમાણે મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1,  પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરમાં 2 પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા નથી. ”

સર્વ શિક્ષા અભિયાનના દાવા વચ્ચે રાજ્યની સરકારી શાળામાં પાયાની સુવિધા ન હોવાનો ખુલાસો

પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા નથી

સરકાર ભલે છેવાડાના માનવી સુધી વીજળી પહોંચાડવાની વાતો કરે પરંતુ રાજ્યની અનેક શાળામાં વીજળીની પણ સુવિધા નથી. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. તો બે વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.  જ્યારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 1 હજાર 728  અને રાજકોટમાં 1 હજાર 35 ખાનગી શાળાઓને સરકારે મંજૂરી આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33