Last Updated on March 8, 2021 by
પશ્ચિમ બંગાળ માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે ટીએમસીએ 291 બેઠકો માટે પોતાના ઉમેવારો જાહેર કર્યા છે. મમતા બેનર્જી આ વખતે પણ નંદીગ્રામથી ચૂંટણી લડશે.
સીટિંગ ધારાસભ્યોને ટિકિટ નહીં
મમતા બેનર્જીએ જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ 291 બેઠકો પર ચૂંટણી લડશે. જયારે દાર્જિલિંગની ત્રણ બેઠકો પર અન્ય પક્ષોને તક આપવામાં આવશે. ટીએમસી તરફથી 50 મહિલા ઉમેદવાર, 42 મુસ્લિમ ઉમેદવાર, 79 એસસી ઉમેદવાર અને અન્ય 17 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ટીએમસી સુપ્રીમોએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું હતું કે અંદાજિત 27-28 સીટિંગ ધારાસભ્યોને ફરી તક આપવામાં આવી નથી.
મનોજ તિવારીને શિવપુરથી અપાઈ ટિકિટ
મમતા બેનર્જી પહેલા જ્યાંથી ચૂંટણી લડતા હતા તે ભવાનીપુર બેઠક પરથી હવે સોવાનદેબ ચેટર્જીને તક આપવામાં આવી છ. મમતાએ જાહેરાત કરી છે કે 80થી વધુ ઉંમરના લોકોને ટિકિટ નથી આપવામાં આવી રહી. તો ફિલ્મસ્ટાર સાયાનતિકા બાંકુરાથી, ઉત્તરપાડાથી કંચન મલિક, શિબપૂરથી ક્રિકેટર મનોજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31