Last Updated on March 5, 2021 by
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહ -સિંહણ અને સિંહબાળના મોત થયાનો ચોંકાવરાનો ખુલાસો થયો છે..ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે સવાલ ઉઠાવ્યો હતો.જેના પર સરકારે જવાબ આપતા કહ્યુ કે, વર્ષ 2019માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહબાળના મોત થયા છે..જ્યારે 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 સિંહ બાળના મોત થયા છે.
સિંહોના મોત છેલ્લા બે વર્ષમાં 313 સિંહ, સિંહણ અને સિંહબાળના મોત
વર્ષ 2019
સિંહ- 35 સિંહણ- 48 સિંહ બાળ-71
વર્ષ 2020
સિંહ- 36 સિંહણ 42- સિંહ બાળ 81
રાજ્ય અને કેન્દ્ર સરકાર એશિયાઈ સિંહોના ગૌરવને લઈને ઉત્સુક હોવાનું દાખવે છે. પરંતુ એશિયાઈ સિંહોના ઘર ગીર વન વિસ્તાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની રકમ ફાળવણીનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે વન્ય સંરક્ષણ અને સંવર્ધનના કામો માટે 100 કરોડ કરતા વધુની રકમ ફાળવણી કરી છે..પરંતુ વર્ષ 2019માં કેન્દ્ર સરકારે માત્ર દોઢ કરોડની રકમ ફાળવણી કરી. જ્યારે વર્ષ 2020મા 2020 ના વર્ષમાં કેન્દ્ર સરકારે 11 કરોડની ફાળવણી કરી છે..
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31