Last Updated on March 5, 2021 by
ગુજરાત રાજ્યના આંણદ શહેર માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરો માંથી આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આણંદ શહેરના જીવનદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારના 3 સભ્યોએ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ કરૂણ ઘટનામાં જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે એકનો બચાવ થયો છે. પરિવારના ત્રણેય જણાએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે.
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ બનાવની મળતી વિગત અનુસાર આણંદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતા અને વિદ્યાનગરમાં મિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારેના ત્રણ સભ્યો ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ.38), મિત પ્રકાશભાઈ શાહ (ઉ.વ. 12), શ્રુસ્ટીબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ.15)એ સામુહિક આપઘાતનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શ્રુસ્ટીબેનની હાલત અત્યારે સ્થિતર હોવાનું જાણવા મળ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31