GSTV
Gujarat Government Advertisement

સામૂહિક આપઘાતમાં આવ્યો નવો વળાંક, ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા

Last Updated on March 5, 2021 by

વડોદરાના સમા વિસ્તારમાં સામૂહિક આપઘાતમાં  ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ્યોતિષના ચક્કરમાં  નાણાં ગુમાવતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે..જોકે જે સુસાઇડ નોટ લખવામાં આવી છે.

સુસાઇડ નોટ લખવામાં આવી છે

જે ચીંથરે હાલતમાં થઈ ગઈ છે. જેથી પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે જ્યારે એક જ્યોતિષ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ઉપરાંત માસુમ પાર્થને ઝેરી દવા પીવડાવનાર મારનાર નરેન્દ્ર સોની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર સોની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો

સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું મરણોન્મુખ નિવેદન નોંધતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.. જ્યોતિષીઓનાં ચક્કરમાં પરિવાર ફસાયો હોવાની વિગતો સપાટી પર આવી છે અને જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33