Last Updated on March 5, 2021 by
ખેડૂતોના હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકારના રાજમાં ખાનગી વિમા કંપનીઓને જાણે લીલાલહેર થઇ ેછે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ખાનગી વિમા કંપનીઓને કેન્દ્ર-રાજ્ય સરકારે રૂા.3500 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હતી તેમ છતાંય વિમા કંપનીઓએ ખેડૂતોને માત્રને માત્ર રૂા.148 કરોડ જ વળતર પેટે ચૂકવ્યા હતાં. હજુય રાજ્યના અનેક ખેડૂતો પાક વિમા સહાયથી વંચિત રહ્યા છે.
હજુય રાજ્યના અનેક ખેડૂતો પાક વિમા સહાયથી વંચિત
ખેડૂતોના નામે રાજનીતિ કરનાર ભાજપને ખેડૂતોની સમસ્યા હલ કરવામા ંજ રસ નથી તે પુરવાર થયુ છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ લેવા 2 લાખ ખેડુતોએ અરજી કરી હતી. રાજ્યના ખેડૂતોએ રૂા.500 કરોડ પ્રિમિયમ વિમા કંપનીઓને ચૂકવ્યુ હતું. વિધાનસભામાં વિમા કંપનીઓ પ્રત્યે ભાજપ સરકાર કેટલી મહેરબાન છે તે વાતની પોલ ઉઘાડી પડી હતી.
ભાજપ સરકાર કેટલી મહેરબાન છે તે વાતની પોલ ઉઘાડી પડી
વર્ષ 2019-20માં ખરીફ સિઝન અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે આિર્થક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે ગુજરાત સરકારે રૂા.3,795 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યુ હતું. ેઅતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક બરબાદ થયો હતો. આમ છતાંય ખાનગા વિમા કંપનીઓએ ત્રણ સિઝનમાં કુલ મળીને રૂા.150 કરોડે ય ખેડૂતોને ચૂકવ્યા નથી. વિમા કંપનીઓ ખેડૂતોને પાસે પ્રિમિયમ વસૂલે છે પણ પુરતુ વળતર ચૂકવતી નથી. વિમા કંપનીઓની આવી નફફટાઇ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. ‘
વિમા કંપનીઓની આવી નફફટાઇ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી
ખુદ ભાજપ સરકારના મંત્રીઓ આ વાતને કબૂલી ચૂક્યા છેકે, વિમા કંપનીઓ ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે.નવાઇ ની વાત તો છેકે, કેન્દ્ર સરકારે વિમા કંપનીઓને છેલ્લા બે વર્ષમાં રૂા.1500 કરોડ ચૂકવ્યા છે અને રાજ્ય સરકારે પણ રૂા.1500 કરોડ ખાનગી વિમા કંપનીઓને આપ્યા છે. ટૂંકમાં,ખાનગી વિમા કંપનીઓને બખ્ખાં થયાં છેને,ખેડૂતો પાક સહાય માટે ફાંફા મારી રહ્યાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31