Last Updated on March 5, 2021 by
કોવિડ-19 રસીકરણનો આગલો તબક્કો, કે જે માર્ચથી શરૂ થયો હતો, તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં વિવિધ રોગોથી પીડિત લોકોને રસી લગાવવાનું શરૂ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે દેશમાં કોવિડ -19 ની 1.77 કરોડથી વધુની રસી લગાવવામાં આવી ચુકી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ આરોગ્ય કર્મચારીઓની રસી સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. કોરોના વાયરસ સામેના યુદ્ધમાં, 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટ લાઇન વર્કર્સને રસી આપવામાં આવી હતી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ 1,77,11,287 રસી લાગુ કરવામાં આવી ચુકી છે. મંત્રાલયે જણાવ્યું કે આમાથી, 68,38,077 રસીઓ આરોગ્ય કાર્યકરોને પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવી હતી જ્યારે 30,82,942 રસીઓ બીજા ડોઝ તરીકે આપવામાં આવી. એડવાન્સ ફ્રન્ટ પર તૈનાત કર્મચારીઓને પ્રથમ ડોઝ તરીકે 60,22,136 જ્યારે બીજા ડોઝ તરીકે 54,177 રસી આપવામાં આવી.
60 વર્ષથી અધીક વયનાં લોકોને 14,95,016 અને વિવિધ રોગોથી પિડિત 45 કે તેનાથી વધુ વયનાં વ્યક્તિઓને 2,18,939 રસી લગાવવામાં આવી. દેશવ્યાપી કોવિડ -19 રસીકરણ અભિયાનનાં 48 માં દિવસે એટલે કે ગુરુવાર સાંજે સાત વાગ્યા સુધી કુલ 10,93,954 રસી આપવામાં આવી ચુકી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, “પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ, આમાથી 8,34,141 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 2,59,813 આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો.” 8,34,141 લાભાર્થીઓમાં 60 વર્ષથી વધુ 4,93,999 અને વિવિધ રોગોથી ગ્રસ્ત 45 થી 60 વર્ષની વયનાં 75,147 લોકોનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31