Last Updated on March 5, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૪૮૦ કેલ અને શૂન્ય મોત નોંધાયા છે. નવાં ૪૮૦ કેસની સામે આજે ૩૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે સૌથી વધુ સુરતમાં ૧૦૫ અને અમદાવાદમાં ૧૦૧ કેસ નોઁધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧,૦૯,૫૧૫ વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને ૨,૪૫,૦૧૦ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને ૨,૪૫,૦૧૦ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો
આજે સુરતમાં ૧૦૫, અમદાવાદમાં ૧૦૧, વડોદરામાં ૯૩, રાજકોટમાં ૫૪, જામનગરમાં ૧૭, ગાંધીનગરમાં ૧૧ અને આણંદમાં ૧૦ કેસ નોંધાયા છે.આ સિવાયના તમામ જિલ્લાઓમાં આઠ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે ભાવનગર, પાટણ, સુરેન્દ્રનગર, પોરબંદર અને તાપી એમ પાંચ જિલ્લાઓમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી. આ ઉપરાંત આજે રાજ્યમાં એકપણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી.
રાજ્યમાં એકપણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી
નવાં ૪૮૦ કેસોની સામે આજે ૩૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨,૬૪,૫૬૪ થયો છે. ઉલ્લેખનીય છે કે હવે ડિસ્ચાર્જના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજથી એક મહિના પહેલાં એવી પરિસ્થિતિ હતી કે રોજ નવાં નોંધાતા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહેતી હતી પણ હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જની સંખ્યા ઘટી રહી છે. ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૪૯ છે. જેમાંથી ૪૦ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૨૭૦૯ દર્દીઓ સ્ટેબલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31