Last Updated on March 5, 2021 by
ઈન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્માણ કરતી બે કંપની, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, એક બોલીવુડ અભિનેત્રીના પરિસરોમાં પાડેલા દરોડામાં 650 કરોડ રૂપિયાની ગેરરીતિ મળી આવી હોવાનો દાવો સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ)એ ગુરૂવારે કર્યો હતો. જોકે આ પ્રકરણે કોઈનું નામ જાહેર કર્યું નહોતું. ફેટમ્સ ફિલ્મ્સની કરચોરીની તપાસના સંદર્ભમાં આઈટી વિભાગે મુંબઈ, પૂણે, દિલ્હી અને હૈદરાબાદમાં 28 સ્થળો પર બુધવારે પાડેલા દરોડાની કામગીરી ગુરૂવારે પણ ચાલુ રહી હતી.
સીબીડીટીના એક નિવેદન મુજબ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને તેમના પાર્ટનરો કે જેમણે ફેન્ટમ ફિલ્મ નિર્માણ કંપની બનાવી હતી તેમની મુંબઈ, પુણે અને હૈદ્રાબાદની ઓફિસ પર ગુરૂવારે બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.
આ ઉપરાંત કવાન અને એકસીડ જેવી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના એકઝીકયુટીવને પણ આ દરોડામાં આવરી લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સી અનુસાર આ કંપનીઓ મુખ્યત્વે ફિલ્મ નિર્માણ, વેબ સિરીઝ, અભિનય, દિગ્દર્શન તેમજ સેલિબ્રિટી અને અન્ય કલાકારો માટે ટેલેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. આ સંદર્ભે સૂત્રોનુસાર પન્નુ અને ફેન્ટમ ફિલ્મસના ચાર ભૂતપૂર્વ પ્રમોટરો અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, વિકાસ બહલ અને મધુ મન્ટેનાને ત્યાં રેડ પાડવામાં આવી હતી.
સીબીડીટીના નિવેદન મુજબ એકચ્યુલ બોક્સ ઓફિસની આવક કરતા ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ મળી આવી હતી. આ કંપનીના અિધકારીઓ 300 કરોડ રૂપિયાની વિસંગતતા બાબતે ખુલાસાજનક જવાબ આપી શકયા નહોતા. આ ઉપરાંત અન્ય પ્રોડકશન હાઉસની તપાસમાં 350 કરોડ રૂપિયાના શેર ટ્રાન્ઝેકશનમાં હેરાફેરી અને અંડર વેલ્યુએશન મળી આવ્યા છે.
તદુપરાંત આ અભિનેત્રી પાસેથી પાંચ કરોડ રૂપિયાની કેશ રિસીપ્ટ પણ મળી આવી હતી. તપાસમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ દર્શાવવામાં આવ્યા છે. અભિનેત્રીની તપાસમાં પણ આવી જ માહિતી બહાર આવી છે. તદુપરાંત ઈમેલ, વોટ્સએપ, ચેટ, હાર્ડ ડિસ્કમાં મોટા પ્રમાણમાં ડિજીટલ ડેટા મળી આવ્યા હતા.
તદુપરાંત સાત બેન્ક લોકરને નિયંત્રણ હેઠળ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય કવાનના એક કો-પ્રમોટર મધુ મન્ટેનાની પણ તપાસ કરવામાં આવી હતી. કવાનના કલાયન્ટ લીસ્ટમાં દીપિકા પદુકોણ જ્યારે એકસીડના કલાયન્ટ લીસ્ટમાં સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુએ તાજેતરમાં ભાજપ સરકારની ટીકા કરી હતી.
સરકાર વિરૂધ્ધ બોલવાનુંપરિણામ ભોગવવું પડયું?
તાપસી પન્નુ (33) અને અનુરાગ કશ્યપ (48) બન્ને વિવિધ વિષયો પર તેમના વિચાર છૂટથી વ્યક્ત કરતાં જોવા મળે છે. 1 માર્ચના રોજ પન્નુએ સુપ્રીમ કોર્ટના એક વકતવ્ય સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં જજે આરોપીને બળાત્કાર પીડિતા સાથે લગ્ન કરશે કે કેમ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
કશ્યપે જેએનયુ કેમ્પસની તેમજ સીએએના વિરોધ પ્રદર્શનમાં શાહીન બાગની પણ મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રમાં આઘાડી સરકારે પણ આ રેડનો વિરોધ કર્યો હતો અને નરેન્દ્ર મોદીની સરકાર સામે બોલવાની આ સજા હોવાની તેમજ તેમનો અવાજ દબાવવા આ પગલું ઉપાડયું હોવાનું જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31