Last Updated on March 4, 2021 by
રાજ્યમાં હજુ પણ ક્યાંક ને કયાંક છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સતત ઘટતી જ રહે છે. હવસના ભૂખ્યા હવસખોરો સુધરવાનું નામ નથી લઇ રહ્યાં તેમજ આવી ઘટનાઓ દિવસે ને દિવસે ઘટવાને બદલે હજુ પણ વધતી જ જાય છે. ત્યારે અમદાવાદના વાડજમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 30 વર્ષીય યુવાન સગીરાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો કે તે સગીરા યુવકની પ્રેમજાળમાં ના ફસાતા અંતે હવસખોરએ જાહેર રોડ પર સગીરાનો હાથ પકડીને તેને કિસ કરી લીધી હતી.
હવસખોરે ધમકી આપી હતી કે, ‘જો તું મને પ્રેમ નહીં કરે તો તારા માતા-પિતાને મારી નાખીશ’
આ અંગે શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું છે કે, એકાદ મહિના અગાઉ તેની 16 વર્ષીય દીકરી એક વખત તેની પાસે રડતા રડતા આવી હતી અને તેને કહ્યું હતું કે તેઓની નજીકમાં રહેતા મુકેશ પરમાર તેને છેલ્લાં કેટલાંક સમયથી પરેશાન કરે છે અને એકાદ મહિના અગાઉ તો જાહેર રોડ પર તેનો હાથ પકડી લીધો હતો અને ધમકી આપી હતી કે જો તું મને પ્રેમ નહીં કરે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ.
આરોપીના ભાઈ ભાભી અને પિતાએ કહ્યું હતું – ‘તમારી છોકરીને અમારા ઘરમાં લાવવાની છે, થાય તે કરી લો’
જો કે, સગીરાના માતા-પિતા અને તેનો ભાઈ આ અંગે વાતચીત કરવા માટે મુકેશના ઘરે ગયા હતાં ત્યારે મુકેશના ભાઈ-ભાભી અને તેના પિતાએ ઉલ્ટાનું એવું કહ્યું હતું કે તમારી છોકરીને તો અમારા ઘરમાં લાવવાની છે તમારાથી થાય તે કરી લો. એટલું જ નહીં સગીરા જ્યારે પણ ટ્યુશન જતી હતી ત્યારે આરોપી મુકેશ તેના ટ્યુશનના ટાઈમે રસ્તા પર બાઈક લઈને આંટા મારતો હતો.
ટ્યુશનેથી ઘરે સગીરાનો જાહેરમાં હાથ પકડી હવસખોરે કરી લીધી કિસ
1લી માર્ચના દિવસે જ્યારે સગીરા ટ્યુશનેથી ઘરે આવતી હતી તે દરમિયાન આરોપીએ જાહેરમાં જ રોડ પર તેનો હાથ પકડી લીધો હતો અને તેને કિસ કરી લીધી હતી. જો કે સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. સગીરાની માતા પણ ત્યાં પહોંચી ગઇ હતી ત્યારે મુકેશના ભાઈ ભાભી અને પિતાએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31