Last Updated on March 4, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર કેટલીય ફિલ્મો બની છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકુર સુધી, આ તમામ લોકોએ પીએમ મોદીનો રોલ નિભાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરનો રોલ નિભાવી ચુકેલા ગજેન્દ્ર ચૌહાણ પણ આ ભૂમિકામાં મોટા પડદા પર આવી રહ્યા છે. બહુ જલ્દી પીએમ મોદી પર વધુ એક ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં લીડ ગજેન્દ્ર ચૌહાણને કાસ્ટ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ
આ ફિલ્મનું નામ ‘એક ઔર નરેન’ રાખવામાં આવ્યુ છે. જ્યાં પર બંને સ્વામી વિવેકાનંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો વિશે બતાવામાં આવશે. ડાયરેક્ટર મિલન ભૌમિકે જણાવ્યુ હતું કે, આ કહાનીને બે ભાગમાં બતાવામાં આવશે. પહેલા ભાગમાં નરેન્દ્રનાથ દત્તના રૂપમાં સ્વામી વિવેકાનંદની જીંદગી વિશે બતાવાશે, જ્યારે બીજા ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફોકસ રહેશે. ડાયરેક્ટરનું માનવુ છે કે, વિવેકાનંદે પોતાની આખી જીંદગી ભાઈચારાનો સંદેશ આપ્યો છે. તો વળી નરેન્દ્ર મોદીને એક માત્ર મહાન નેતા માને છે જેણે દેશને નવી ઉંચાઈએ લઈ ગયા છે.
શું હશે આ ફિલ્મમાં ખાસ
આમ તો આ મહત્વના પ્રોજેક્ટને લઈને ગજેન્દ્ર ચૌહાણ પણ ખૂબ જ ઉત્સાહિત છે.તેમણે ભાર આપીને કહ્યુ હતું કે, પીએમ મોદીની પર્સનાલિટીના દરેક પાસાને રૂપેરી પડદે બતાવામાં આવશે. હું તેમના વિચાર, બોલવાનો અંદાજ, બધુ જ સમજીશ, મારા માટે આ ગર્વની વાત છે કે, એક કલાકાર તરીકે મને આટલી મોટી જવાબદારી મળી છે.
मोदी जी ने देश के लिये किया है वो आज तक किसी न किया होगा #एक_और_नरेंद्र
— Gajendra Chauhan (@Gajjusay) February 28, 2021
ચૂંટણી ટાણે ફિલ્મ, સૌથી મોટો સવાલ
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મની જાહેરાત બરાબર એવા સમયે કરવામાં આવી છે, જ્યારે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે.ત્યારે આવા સમયે આ મુદ્દાને લઈને રાજકારણ ખેલાવું સ્વાભાવિક છે. જેના પર ગજેન્દ્ર ચૌહાણે વધારે કંઈ નહીં કહેવામાં શાણપણ રાખ્યુ છે. જેને તેઓ બસ એક સંયોગ બતાવી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31