Last Updated on March 4, 2021 by
ગુજરાતના ખેડૂતોને ઉનાળા દરમ્યાન પણ પાણીની કોઇ તકલીફ નહીં પડે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા જણાવ્યું કે સરકાર ઉનાળા દરમ્યાન પણ ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી આપશે.. નીતિન પટેલે જણાવ્યું કે સરદાર સરોવર ડેમમાં 130.56 મીટર પાણીનો જથ્થો છે. જેમાંથી નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પાણી પુરૂ પાડવામાં આવશે. વિવિધ કેનાલો મારફતે તળાવો ભરાયા છે. જેના કારણે ખેડૂતોને શિયાળામાં પણ પાણીની કોઇ તકલીફ પડી નથી.
ખેડૂતોની સમસ્યામાં સરકારને નથી કોઈ રસ
પોતાને ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારને ખેડૂતોની સમસ્યા કે હાલાકી દૂર કરવામાં કોઇ રસ ન હોવાનું ફરી એક વખત સાબિત થયું છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 23 લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી. ખેડૂતોએ કુલ 500 કરોડથી વધુ રૂપિયાનું પ્રિમિયમ ભર્યું હતું. પરંતુ ખેડૂતોને 148 કરોડ રૂપિયાનું જ વળતર નુકસાની પેટે ચૂકવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારે કૃષિક્ષેત્રના બજેટમાં સીધો કાપ મૂક્યો છે. ખેડૂતોને સીધી રીતે સ્પર્શે છે તેવા કૃષિ ખેડૂત કલ્યાણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના બજેટમાં 2,260 કરોડનો કાપ મૂક્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના બજેટમાં 191 કરોડનો ઘટાડો કર્યો છે. આ વર્ષે બજેટમાં 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષે 7,423 કરોડ રૂપિયા હતી.
છેલ્લા બે વર્ષમાં એકેય સરકારી એપીએમસીને નથી આપી મંજૂરી
દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધ વચ્ચે રાજ્યમાં એપીએમસી મુદ્દે મહત્વની વિગત સામે આવી છે. સરકારે છેલ્લાં 2 વર્ષમાં એક પણ સરકારી APMCને મંજૂરી આપી નથી. તો છેલ્લાં 2 વર્ષમાં સહકારી APMCની જગ્યાએ બે ખાનગી APMCને મંજૂરી અપાઈ છે. અમદાવાદ અને કચ્છમાં એક-એક APMCને સરકારે મંજૂરી આપી છે. અમદાવાદમાં જે APMCને મંજૂરી અપાઈ છે તે ભાજપના ધારાસભ્યની હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ટ્રેક્ટર ખરીદી મામલે પણ ઉદાસિનતા
રાજ્ય સરકાર આધુનિક ખેતીની વાત કરે પરંતુ ટ્રેકટર ખરીદીની સહાય મામલે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જે મુજબ બે વર્ષમાં ખેડૂતોની માત્ર 40 ટકા અરજીઓ જ મંજૂર થઈ છે. ખેડૂતોએ ટ્રેકટરની સહાય મેળવવા માટે 1.35 લાખ અરજીઓ કરી હતી. જેમાં 27 હજાર 624 અરજીઓ પડતર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31