GSTV
Gujarat Government Advertisement

Big News : આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યમાં નવા મેયરોની કરાશે વરણી, જાણો કઇ તારીખે કયા શહેરને મળશે નવા મેયર

Last Updated on March 4, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતા હવે રાજ્યમાં નવા મેયરોની નિમણૂંક કરવા અંગે દમદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એવામાં નવા મેયરોની નિમણૂંકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

gujarat mayors name

રાજ્યના 6 મહાનગરોને આગામી સપ્તાહના અંત સુધીમાં નવા મેયર મળશે. જેની વાત કરીએ તો અમદાવાદને 10 માર્ચે નવા મેયર મળશે તો રાજકોટને મહાશિવરાત્રીના દિવસે જ એટલે કે 11 માર્ચે નવા મેયર મળશે. એ માટે રાજકોટમાં સવારના 11 કલાકે પ્રથમ બોર્ડ મળશે. બીજી બાજુ સુરતને 12 માર્ચે નવા મેયર મળશે તો જામનગરને 12 માર્ચે નવા મેયર મળશે જ્યારે ભાવનગરને 10 માર્ચે નવા મેયર મળશે. આ સાથે વડોદરાને 11 માર્ચે નવા મેયર મળશે.

10 માર્ચે યોજાશે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક

તમને જણાવી દઇએ કે, 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો હાજર રહેશે. આ બેઠકમાં જ મેયર સહિતના પદાધિકારીઓની વરણી પણ થશે તેમજ તમામ છ મહાનગરોને નવા મેયર મળશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, AMTS કમિટીના સભ્યોના નામની પણ જાહેરાત કરાશે

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હાલ મેયરના નામ પર મંથન ચાલી રહ્યું છે. ત્યારે આગામી 10 માર્ચના રોજ અમદાવાદ શહેરને નવા મેયર મળી જશે. 10 માર્ચના રોજ બુધવારે ટાગોર હોલમાં કોર્પોરેશનનું બોર્ડ યોજાશે જેમાં મેયર તેમજ ડેપ્યુટી મેયરની નિમણૂંક કરવામાં આવશે. આ બોર્ડમાં મેયરની ચૂંટણી કરવામાં આવશે. જો કે બહુમતિ ભાજપની જ હોવાથી મેયરની ચૂંટણી ફક્ત નામ માત્રની રહેશે. મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તેમજ એએમટીએસ કમિટીના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

BJP GUJARAT

ભાજપની બહુમતી હોવાથી આ ચૂંટણી રહેશે નામ માત્રની

અમદાવાદમાં આગામી બુધવારે કોર્પોરેશનનું બોર્ડ મળશે. આ કોર્પોરેશનના બોર્ડમાં મેયર ડેપ્યુટી મેયરની નિમણૂંક કરવામાં આવશે. ટાગોર હોલ ખાતે આ બોર્ડ બેઠક યોજાશે. આ બોર્ડ બેઠકમાં મેયરની ચૂંટણી કરવામાં આવશે. પરંતુ ભાજપની બહુમતી હોવાથી આ ચૂંટણી નામ માત્રની જ રહેશે. આ બોર્ડની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તેમજ એએમટીએસ કમિટીના સભ્યો એમ તમામ નામોની જાહેરાત કરવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33