Last Updated on March 4, 2021 by
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી એકવાર કોરોના મહામારીના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી અને તેઓએ સયાજી હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના મહામારી અંગેની વ્યવસ્થા તથા વધતા જતા કેસો વિશે માહિતી મેળવી હતી. વડોદરા ખાતે આવેલી કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમના ડોક્ટરોએ આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ તેમજ કન્ટેનમેન્ટ ઝોન અને ઝુંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી.
સયાજી હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ
કેન્દ્રની આરોગ્ય ટીમના અધિકારી જોઇન્ટ સેક્રેટરી ડોક્ટર ગૌતમ અને ડોક્ટર કપૂર ચંદ્રાએ સયાજી હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવાર અને યોગ્ય વ્યવસ્થામાં કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી તેમાં સુધારો કરવા હોસ્પિટલના સત્તાવાળાઓને સૂચના આપી છે. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણી અને તહેવારોને કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે સામે યોગ્ય આયોજન અને સારવાર કરવાની સૂચના આપવામાં આવી છે.
બેંકમાં એક સાથે 13 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની એક બ્રાન્ચ મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બેંકમાં એક સાથે આટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તે બ્રાંચ બંધ કરાવાની ફરજ પડી છે.
વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ફરજ બજાવતા 9 કાયમી કર્મચારી અને 4 હંગામી કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
શાખામાં ચેક ક્લિયરનિંગ અને સરકારી ચલણ સિવાય બધી કામગીરી બંધ કરવામાં આવી છે. બેંકના કામ મટે ગ્રાહકોને બીજી શાખામાં જવા માટે બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ગ્રાહકોને અગવડ ઉભી ના થાય તે માટે SBI ની બીજી શાખા અરિહંત કોમ્પ્લેક્ષ ખાતેની શાખા માં સુવિધા ઊભી કરવામા આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31