GSTV
Gujarat Government Advertisement

પતિ કરતો હતો પ્રેમિકાને વીડિયો કોલ પર વાત અને પત્ની જોઈ ગઈ, પત્નીનું ઝઘડવાનું તો બાજુમાં રહ્યું પણ ખાવો પડ્યો ઢોરમાર

Last Updated on March 4, 2021 by

બાપુનગરમાં પતિ પત્ની ઓર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પ્રેમિકા સાથે વિડિયો કોલ પર વાત કરવાની ના પડતાં પતિએ પત્નીને વાળ પકડીને લાફા માર્યા હતા એટલું જ નહી સાસરીયાંએ પત્નીને પકડી રાખી હતી અને પતિએ લાકડીથી ઢોર માર મારીને સગળાવી દેવાની ધમકી આપીને કાઢી મૂકી હતી. મહિલાએ મહિલાએ હેલ્પ લાઇનની મદદ માંગતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

લગ્નના એક વર્ષ બાદ થઈ જાણ

આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં ડી-૧૯ના દવાખાના સામે શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતા કુસુમબહેન રવિન્દ્રસિંગ સીકરવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ રવિન્દ્રસિંગ કિશનપાલ સીકવાર તથા સાસુ, સસરા અને દીયર સામે ગુનો નોધાવ્યો છે, મહિલાના ૧૨ વર્ષ પહેલા જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ બે સંતાન છે. પતિને લગ્ન અગાઉ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હોવાની જાણ ફરિયાદીને લગ્નના એક વર્ષ પછી થઇ હતી. જેને લઇને અવાર નવાર તકરાર થતી હતી. પતિ કહેતા હતા કે મારે પ્રેમિકા સાથે સબંધ રહેશે તારે રહેવું હોય તો રહે નહીતર પિયર જતી રહે તેમ કહીને મારઝૂડ કરતા અને અવાર નવાર કાઢી મૂકતા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગઇકાલે રાતે ૮ વાગે પતિ ફરિયાદીની નજર સામે પ્રેમિકા સાથે વિડિયો કોલ કરીને વાતચીત કરતા હતા. ફરિયાદી વાત કરવાની ના પડતાં પતિએ વાળ પકડીને ત્રણ લાફા મારી દીધા હતા. આ સમયે પતિનું ઉપરાણું લઇને સાસુ, સસરા અને દિયર આવીને ફરિયાદીને પકડી રાખી હતી અને પતિ લાકડી લઇને આવીને પીઠ તથા પગેના ભાગે લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. અહિથી નીકળી જા નહીતર સળગાવીને મારી નાંખીશ કહીને ઘર બહાર કાઢી મુકી હતી. જો કે ફરિયાદીએ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરતા મહિલા પોલીસ આવી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે સાસરીયાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33