Last Updated on March 4, 2021 by
રાજ્યમાં હજી પણ ક્યાંક ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે જેના લીધે અવારનવાર ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, ‘રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જરૂરી છે. રાજ્યમાં હજુ પણ 5199 શાળાઓમાં ફાયર સેફટી નથી. શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. જો આ શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે.’
હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરે
આ રીતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટીના અભાવને લઇને મોટી ફટકાર લગાવી છે. આ સાથે હાઇકોર્ટે જણાવ્યું કે, ‘ગુજરાત સરકાર રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફટી અંગે હરિયાણા મોડેલ અપનાવે. આ સાથે જ હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરે.’ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મામલે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સતત બની રહેલી આગની દુર્ઘટનાઓ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે સરકારને સળગતા સવાલો કર્યા હતાં. સમગ્ર ગુજરાતમાં અનેક એવી આગની ઘટનાઓ બની છે જેમાં માસૂમોના જીવ ગયા છે ત્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ ઘડાય છે. ત્યારે ફાયર સેફ્ટીના અમલીકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનવણીમાં હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા હતાં.
અગાઉ પણ રાજ્ય સરકારે કરી હતી ટકોર
જેમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે,
- જો બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય અને હોસ્પિટલમાં ના હોય તો શું થાય?
- બિલ્ડીંગમાં હોસ્પિટલની પરવાનગી કઈ રીતે અપાય છે?
- બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાય?
- વડોદરા અને રાજકોટની શું સ્થિતિ છે તે અંગે પણ હાઇકોર્ટે પ્રશ્નાર્થ કર્યો હતો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31