Last Updated on March 4, 2021 by
અમદાવાદ કોર્પોરેશન ચુંટણીમાં બીજેપીએ જંગી લીડ સાથે જીત મેળવી લીધી છે. ત્યારે હવે બીજેપીએ હોદ્દેદારો માટે મનોમંથન શરુ કરી દીધું છે. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન કે પછી દંડક માટે જાતિગત સમીકરણ આધારે હોદ્દા પર કોર્પોરેટર ની નિમણુક કરવામાં આવશે એવું સુત્રો કહી રહ્યા છે. કોણ હોઈ શકે છે આ પદો પર તેને લઈને બીજેપીમાં જ ચર્ચાઓ તેજ થઇ ગઈ છે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન પદ માટે જાતિગત સમીકરણો ધ્યાને લઈને બીજેપી હોદ્દાઓ પર નિમણુક કરશે…તમામ સમાજનું બેલેન્સ કરી આગામી સમયમાં નિમણુક કરે એવી શક્યતા રહેલી છે.
તમામ સમાજનું બેલેન્સ કરી આગામી સમયમાં નિમણુક કરે એવી શક્યતા રહેલી
આ વખતે મેયર પદ માટે એસસી એટેલે કે દલિત રીઝર્વેશન રાખવામાં આવ્યું છે જેને લઈને બીજેપીએ કેટલાક નામો પર વિચારણા શરુ કરી છે…સુત્રો કહી રહ્યા છે કે જો દલીતને મેયર બનાવે તો અન્ય હોદ્દા એટલે કે ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દંડક અને બક્ષીપંચ સમાજ માંથી આવતા કોર્પોરેટર ને સ્થાન આપવામાં આવશે.
કોર્પોરેટર ને સ્થાન આપવામાં આવશે
મેયર પદ માટે જે દાવેદારોના નામ ચાલી રહ્યા છે તેની જો વાત કરીએ તો વાસણાથી હિમાંશુ વાળા, ઠક્કરનગરથી કિરીટ પરમાર અને જોધપુર વોર્ડથી અરવિંદ પરમારના નામ ચર્ચામાં છે. હિમાંશુ વાળા પ્રથમ ટર્મ તો કિરીટ પરમારની 3જી ટર્મ છે અને અરવિંદ પરમાર 2જી ટર્મ કોર્પોરેટર બન્યા છે આ નેતામાંથી કોઇપણની પસંદગી કરવામાં આવે એવી શક્યતા રહેલી છે…આ સિવાય અમદાવાદના ઘણા સીનીયર કોર્પોરેટર છે જેને એએમસીના મુખ્ય હોદ્દા એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેન દંડક પક્ષ નેતા ડેપ્યુટી મેયર પડે સ્થાન મળી શકે છે…જેમાં પણ ઘણા નામો ચર્ચામાં છે જેની વાત કરીએ તો સરસપુર વોર્ડથી ભાસ્કર ભટ્ટ જે સીનીયર છે અગાઉ પણ ચુંટણી જીતી ચુક્યા છે
આ સિવાય થલતેજથી હિતેશ બારોટનું નામ પણ ચર્ચામાં છે જે પણ સીનીયર નેતા છે અને અમિત શાહની નજીકના માનવામાં આવે છે….આ સિવાય પાલડીથી પ્રીતેશ મહેતા કે જેઓ અગાઉ ચુંટણી જીતી ચુક્યા છે અને હાલમાં એડીસી બેંક માં સારા હોદ્દા પર છે અગાઉ શહેર સંગઠનમાં મંત્રીના હોદ્દા પર પણ રહેલા છે….જૈનિક વકીલ કે જેઓ પણ અગાઉ ચુંટણી જીતેલા છે અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તો ઘટલોડિયાથી જતીન પટેલ સીનીયર છે અને ખોખરથી કમલેશ પટેલ શહેર મહામંત્રી રહી ચુક્યા છે…..આમ આ તમામ નેતાઓના નામ હાલમાં ચર્ચાઈ રહ્યા છે આધાર ભૂત સુત્રો કહે છે કે આ પૈકીના નેતાઓને જ એએમસીના મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવે એવી શક્યતા રહેલી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31