Last Updated on March 4, 2021 by
અમદાવાદ જિલ્લા પંચાયતની 34 પૈકી 30 બેઠકો પર જીત મેળવ્યા બાદ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રસમાંથી બને તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ન બને તે માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. ભાજપ હવે પોતાની સુરક્ષિત બેઠક પર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સભ્યને રાજીનામું અપાવશે.
બેઠક પર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સભ્યને રાજીનામું અપાવશે
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કઇ બેઠક પર કોણ વિજેતા બન્યું ?
બેઠક | વિજેતા | પક્ષ | મળેલ મત |
અસલાલી | મયુરીબેન વી પટેલ | ભાજપ | ૧૦,૩૦૭ |
બદરખા | લક્ષ્મીબેન એસ ઠાકોર | ભાજપ | ૧૨,૫૭૮ |
ભુવાલડી | જનકભાઇ એ ઠાકોર | ભાજપ | બિનહરીફ |
ચાંગોદર | જનકબેન સચીન ઠાકોર | ભાજપ | ૧૩,૦૫૦ |
ચેખલા | કંચનાબે જે વાઘેલા | ભાજપ | ૧૨,૧૯૧ |
દેત્રોજ | દિવાનજી એસ ઠાકોર | ભાજપ૧૨,૬૧૮ | |
ધોલેરા | દિગ્પાલસિંહ ચુડાસમા | ભાજપ | ૮,૦૭૫ |
ગાંગડ | ઇશ્વરભાઇ મકવાણા | ભાજપ | ૯,૭૦૪ |
ઘોડા | ભાવનાબેન વડલાણી | ભાજપ | ૭,૨૭૦ |
હડાળા | અલ્પાબા એસ ગોહિલ | ભાજપ | ૧૦,૨૪૫ |
કરકથલ | વિષ્ણુભાઇ જાદવ | ભાજપ | ૧૦,૪૦૫ |
કાસીન્દ્રા | વિનોદ પટેલ | ભાજપ | બિનહરીફ |
કૌકા | બાલુબેન વેગડા | ભાજપ | ૮,૩૬૭ |
કાવિઠા | રેખાબેન લકુમ | ભાજપ | ૧૦,૫૮૦ |
કોઠ | રમણભાઇ સોલંકી | ભાજપ | ૭,૮૯૦ |
કુહા | અલ્પાબેન ચૌહાણ | ભાજપ | ૧૨,૭૭૭ |
કુજાડ | કાંતિભાઇ ઠાકોર | ભાજપ | ૧૧,૨૬૨ |
માંડલ | ભીખાભાઇ વાઘેલા | ભાજપ | ૯,૯૯૮ |
મોડાસર | રમીલાબેન પટેલ | ભાજપ | ૧૨,૨૦૬ |
મોરૈયા | ભરતકુમાર ગોહેલ | ભાજપ | ૧૧,૨૫૩ |
નાંદેજ | મણીલાલ ઠાકોર | ભાજપ | ૭,૫૩૯ |
નાનોદરા | રમેશકુમાર મકવાણા | ભાજપ | ૯,૩૧૪ |
સચાણા | પ્રમોદભાઇ પટેલ | ભાજપ | ૧૨,૩૮૦ |
સાંથળ | હિરલબેન પટેલા | ભાજપ | ૮,૮૭૨ |
શિયાળ | ગૌરીબેન પટેલ | ભાજપ | ૭,૩૯૬ |
સિંગરવા | મીનાબેન ચૌહાણ | ભાજપ | બિનહરીફ |
સીતાપુર | ગવરીબેન પટેલ | ભાજપ | ૧૨,૪૯૯ |
સુવાળા | લીલાબા સોલંકી | ભાજપ | ૧૨,૦૧૦ |
હેબતપુર | સંગીતાબેન વેગડ | ભાજપ | ૫,૫૭૭ |
વટામણ | ગોવિંદભાઇ મકવાણા | ભાજપ | ૧૦,૩૫૮ |
વિરોચનનગર | પ્રભાતસિંહ મકવાણા | કોંગ્રેસ | ૯,૮૨૯ |
શાહપુર | પારૂબેન પઢાર | કોંગ્રેસ | ૯,૦૧૮ |
માણકોલ | કાંતિભાઇ પટેલ | કોંગ્રેસ | ૯,૧૫૯ |
ગલસાણા | હરપાલસિંહ ચુડાસમા | કોંગ્રેસ | ૧૧,૭૫૨ |
બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ
બીજી તરફ બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર જીત્યા છે. નોંધપાત્ર છેકે કાસિન્દ્રા, સિંગરવા, ભુવાલડી બેઠક પર ભાજપના ઉમેદવારો બીનહરીફ રહ્યા હતા.
જે બાદ ખાલી થયેલી બેઠક પર ભાજપ આદિવાસી ઉમેદવારને ચૂંટણી લડાવશે.. ભાજપ આદિવાસી ઉમેદવારને જીતાડી તેમને અમદાવાદ જિલ્લા પ્રમુખ બનાવશે. મહત્વનું છે કે અનામત રોટેશન પ્રમાણે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આદિવાસી અનામત છે… કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારૂબેન પઢાર શાહપુર આદિવાસી અનામત બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવી ચૂંટણી જીત્યા છે.
ભાજપના ઉમેદવારને હરાવી ચૂંટણી જીત્યા
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ માંથી ૩૦ બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં એક માઇલસ્ટોન અંકિત કરી દીધો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે કુલ ૧૮ બેઠકો હતી જેમાંથી ૧૬ બેઠકો પર આ વખતે ભાજપે વિજય પતાકા ફરકાવી દીધી છે. કોંગ્રેસ ફક્ત શાહપુર અને ગલસાણા બેઠક જ જાળવી શકી છે. સામે પક્ષે ભાજપે પણ તેની સાણંદ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક વિરોચનગર અને માણકોલ ગુમાવવી પડી છે ભાજપના ગઢ સમાન આ બંને બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જિલ્લા પંચાયતના રાજકારણમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31