Last Updated on March 4, 2021 by
વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર સામે આવ્યા છે. બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલમાં તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસને અજાણ્યા શખ્સે ફોન પર વિસ્ફોટકો હોવાનું જણાવ્યું હતું.
તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા
We'd received info from control room that a man called them up saying that there are discrepancies in military recruitment & he wasn't recruited. A Bomb is kept at Taj Mahal which will explode soon. Security check is being done around Taj Mahal: Shiv Ram Yadav, SP (Protocol) Agra pic.twitter.com/crr8x8sb43
— ANI UP (@ANINewsUP) March 4, 2021
બોમ્બની જાણ થતાં જ તાજમહેલ સંકુલમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. હાલમાં પોલીસે ફોન કોલ અંગે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આખા તાજમહેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદથી વિસ્તારમાં હંગામો મચી ગયો છે.
જો કે, તાજમહેલની અંદર બોમ્બ લઇ જવો અશક્ય છે કારણ કે વિશાળ સુરક્ષા તપાસ ચક્રમાંથી પસાર થતાં પ્રવાસીઓને અંદર લઈ જવામાં આવે છે. તાજમહેલ સૂર્યોદય સમયે ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત સમયે બંધ થાય છે. ગુરુવારે પણ તાજમહેલ સૂર્યોદય સમયે ખોલવામાં આવ્યો હતો.
दिनांक 4.3.21 को मो.न. 8318881301 से सूचना प्राप्त हुई कि ताजमहल के पास बम रखा है, जो कुछ देर बाद ब्लास्ट हो जायेगा। आगरा पुलिस द्वारा त्वरित कार्यवाही करते हुये @cosadar द्वारा मय टीम के साथ ताजमहल परिसर में चैकिंग अभियान चलाकर तलाशी ली जा रही है। #sp_protocol_bite@Uppolice pic.twitter.com/rE2IbJSMYl
— AGRA POLICE (@agrapolice) March 4, 2021
પ્રવાસીઓ સવારે તાજમહેલની સુંદરતા નિહાણવા પહોંચ્યા હતા.. પરંતુ અચાનક સીઆઈએસએફના જવાન અને પોલીસ કર્મચારીઓ અચાનક તાજમહેલ પહોંચ્યા હતા. તાજમહેલની અંદર મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર હોવાથી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે તે સમયે સૈનિકોએ તાજમહેલમાં હાજર તમામ પ્રવાસીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું. આખો તાજમહેલ સંકુલ થોડીવારમાં ખાલી કરી દેવાયો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31