GSTV
Gujarat Government Advertisement

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે

Last Updated on March 4, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટેસ્ટ સીરીઝમાં ભારત સીરીઝમાં 2-1થી આગળ છે. અમદાવાદના આજ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચ રમાઈ હતી. અને ભારતે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. સતત બે જીતથી ભારતના ઈરાદાઓ મજબુત છે. કોહલીની નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

કોહલીની નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન

આ ચોથી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ફાઈનલની ટિકીટ કન્ફોર્મ કરવા ઈચ્છશે, અમદવાદની આ ટેસ્ટમેચમાં રસાકસી વાળી રહે તેવી શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચ જીતવા માટે અંગ્રેજો પણ મરણીયા પ્રયાસ કરશે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.

બન્ને દેશોની ટીમો

ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન – ડોમિનિક સિબ્લી, જેક ક્રોઉલી, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમિનિક બેસ, જેક લીચ, જેમ્સ એન્ડરસન

ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન – રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. જેમાં જોફરા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ ડોમ બેસ અને ડેન લોરેન્સને તક આપી છે. જ્યારે બીજી તરફ ભારતે પણ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33