GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: તમિલનાડૂમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવ્યો રાજકારણમાં ભૂકંપ, શશિકલાએ રાજકારણમાંથી લીધો સંન્યાસ

Last Updated on March 3, 2021 by

તમિલનાડૂમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ સીએમ જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ મોટી જાહેરાત કરી છે. શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ તેણે કહ્યુ હતું કે, મેં ક્યારેય સત્તા અથવા પદની લાલસા રાખી નથી. તે હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરતી રહેશે અને જયલલિતાના બતાવેલા માર્ગ પર ચાલશે.

ચૂંટણી અગાઉ તમિલનાડૂના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. બુધવારે વીકે શશિકલાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તમિલનાડૂમાં 234 વિધાનસભા સીટો પર એક તબક્કામાં મતદાન 6 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવશે.

તમિલનાડૂની સત્તાધારી એઆઈએડીએમકેમાંથી હટાવેલા પૂર્વ પ્રમુખ વીકે શશિકલાએ જાન્યુઆરીમાં જેલમાંથી છૂટકારો મળ્યો હતો. આ વખતે તેઓ વિધાનસભા ચૂંટણી લડવાની રાજકીય પંડિતો આશા સેવી રહ્યા હતા.

બુધવારે જાહેર કરાયેલા મુદ્રિત પત્રમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ખાસ એવી શશિકલાએ લખ્યુ હતું કે, જ્યારે જયા જીવિત હતા, ત્યારે પણ મેં ક્યારેય સત્તા અથવા તો પદ પર નથી રહી. હું રાજકારણ છોડી રહી છું, પણ હું પ્રાર્થના કરુ છું કે, તેમની પાર્ટી જીતે અને તેમની વિરાસતને આગળ વધારે.

શશિકલાએ આગળ જણાવ્યુ હતું કે, હું અન્નાદ્રુમકના સમર્થકોની સાથે કામ કરવા અને વિપક્ષને હરાવવાનો આગ્રહ કરૂ છું, હું પાર્ટી કૈડરને આગ્રહ કરુ છું કે, તે પોતાની વિરાસતને બનાવી રાખવા માટે કામ કરે. શશિકલાએ ડિસેમ્બર 2016માં જયલલિતાના નિધન બાદ પાર્ટીના પ્રમુખ તરીકેનો પગલા પાડ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33