GSTV
Gujarat Government Advertisement

ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ

Last Updated on March 3, 2021 by

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો દાવો કરાયો છે. તો સાગરખેડૂના વિકાસ માટે 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરાઈ છે. ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય સફળતા બાદ આ પ્રથમ બજેટ હતું. રૂપાણી અને પાટીલે પોતાનું કદ પૂરવાર કરી દીધું છે પણ આજના બજેટમાં રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં મોદીનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. મોદી સરકારની યોજનાઓ અને મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે સરકારે દિલ ખોલીને બજેટની ફાળવણી કરી છે. સાગર ખેડૂ યોજના માટે 50 હજાર કરોડની ફાળવણી કરી છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે. ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી છે. ના કોઈ વેરામાં રાહત આપી છે ના કોઈ નવી યોજના જાહેર કરી છે.

આ જ પ્રકારે મોદીએ શરૂ કરેલી યોજના વનબંધુ યોજના માટે એક લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. સૌની યોજના માટે પણ 1,817 કરોડની ફાળવણી થઈ છે. જે મોદી સરકારે શરૂ કરી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પણ રૂપાણી સરકારે પટારો ખોલી દીધો છે. આમ આ બજેટ ગુજરાતીઓને ફાયદો કરાવવાથી અલગ મોદી સરકારની ગુડબુકમાં રહેવા માટે જાહેર કરાયું હોવાની ચર્ચા ચાલી છે.

સાગર ખેડૂ 13 વર્ષ જૂની યોજના

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.

Statue of Unity

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ કરાઈ છે.

સૌની યોજના પણ મોદી સરકારની દેન

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.

બુલેટ

બુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. ત્યારે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને રજૂ કરેલું બજેટ અભિનંદનને પાત્ર છે. આ બજેટ કરવેરા વગરનું છે. સરકારે બજેટમાં આદિવાસી ભાઈઓ માટે વિચારણા કરી છે. બજેટમાં સૌની યોજના માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સરકારે બુલેટ ટ્રેન માટે 1 હજાર 500 કરોડની ફાળવણી કરી છે. સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં સરકારે સારી કામગીરી કરી છે. આશરે 11 હજાર કરોડનો ખર્ચ સરકાર દ્વારા કોરોના કાળમાં કરવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33