Last Updated on March 3, 2021 by
ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપોર્ટ વિકસાવાશે, રાજ્યમાં અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપોર્ટ બનાવાશે. આ ઉપરાંત દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ બનાવાશે. તેમણ કહ્યું કે, પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવાશે.
ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી. ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ – સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દૂધાળા ગીર – કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે.
સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નાંખવામાં આવશે. રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવા બસ સ્ટેન્ડ બનશે, રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની જોગવાઇ
- 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ
- રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકરવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવશે
- રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ
- નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું
- તમામ ગ્રામ પંચાયતોના વોટરવર્ક્સ માટે વિના મુલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ
- ઈ-રિક્ષા દીઠ 40 હજારની સબસીડી અપાશે
- સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નખાશે
આ ત્રણ શહેરોને મેટ્રોની ભેટ
બજેટમાં વડોદરા, ભાવનગર અને જામનગરવાસીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં મેટ્રો સેવા બાદ વડોદરા, ભાવનગર અને જામનગર જેવા શહેરમાં પણ મેટ્રો લાઈટ અને મેટ્રો નીઓ જેવી ટેક્નોલોજી વાળી મેટ્રો સેવા આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે. મેટ્રો સેવા માટે બજેટમાં 50 કરોડની ફાળવણી કરી સરકાર દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં બે મેગા ટેક્સટાઇલ પાર્કનું આયોજન અંગે તેમણે જણાવ્યું કે, જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન સાથે રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવામાં આવશે. સિરામીક હબ મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે. રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે
ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું
મને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું. નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.
read also
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31