GSTV
Gujarat Government Advertisement

ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા

Last Updated on March 3, 2021 by

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ મનાતા ગુજરાતમાં હવે ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટનાઓ બની રહી છે. દરરોજ હત્યાની 3 તેમજ ચોરીની 30 જેટલી ઘટનાઓ બની રહી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં હત્યાના પ્રયાસની 18 હજાર 523 ઘટનાઓ નોંધાઇ છે.

ગુજરાતમાં વધી રહી છે ગુનાખોરી

મહિલાઓની સલામતીની વાતો વચ્ચે ગુજરાતમાં દરરોજ 4 કરતા વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. બીજી તરફ અપહરણની પણ દરરોજ 7 જેટલી ઘટના બને છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કારની 3 હજાર 95 અને અપહરણની 4 હજાર 829 ઘટનાઓ બની. આત્મહત્યા મુદ્દે પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં દરરોજ 20 જેટલી આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કે દરરોજ 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુ થાય છે.

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા 2020માં વધુ દારૂનો રાજ્યમાં જથ્થો ઝડપાયો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સરકારે વિધાનસભામાં દારૂના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.

વિધાનસભામાં રજુ થયા ચોકનાવનારા આંકડા

સરકારના આ આંકડાથી રાજ્યમાં દારૂબંધીના કાયદાની પોલ ખુલી છે.રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો 3.65 કરોડ રૂપિયાનો દેશી દારૂ  ઝડપોયો છે.  રાજ્યમાં 13.18 કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો છે.  તો બીજી તરફ 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો  ઝડપાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33