GSTV
Gujarat Government Advertisement

બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ

Last Updated on March 3, 2021 by

અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે. સાથે જ નાણામંત્રીએ પીએમ મોદીના શહેર વડનગરને મોટી ભેટની બજેટમાં જાહેરાત કરી છે.

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પીએમ ના વતન વડનગર ખાતે રૂ. 13 કરોડના ખર્ચે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસસ્થાન બનાવવામાં આવશે.

સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.

ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ

  • મહેસુલ વિભાગ માટે કુલ 4548 કરોડની જોગવાઈ
  • દરિયાઈ વિસ્તારના ૧૦ હજાર માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ પર વેટ માફી યોજનાનો લાભ માટે ૧૫૦ કરોડની જોગવાઈ
  • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદિત માં પાકધીરણ પરત કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજ ની પાક ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડ ની જોગવાઈ
  • કલ્પસર વિભાગ માટે 1501 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ ની જોગવાઈ
  • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડ ની જોગવાઈ
  • મહિલા અને બાદ વિકાસ વિભાગ માટે 3511 કરોડ ની જોગવાઈ
  • પાણી પુરવઠા માટે 3974 કરોડ ની જોગવાઈ
  • સામાજિક ન્યાય વિભાગ માટે 4353 કરોડ ની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2656 કરોડની જોગવાઈ
  • યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવી
  • આગમી પાંચ વર્ષ માટે મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીયરીગ ઇનફાસ્ટક્ચર ,આઈ ટી, પ્રવાસન, હોસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવશે

નાણામંત્રીની જાહેરાત

બજેટ
  • આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
  • 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
  • તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
  • ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.
  • ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33